આરબીઆઈ રેપોરેટમાં વધારો કરશે : લોન વધુ મોંઘી થશે
(એજન્સી) નવી દિલ્હી તા.૨૦
એક તરફ દેશમાં ફુગાવાની સ્થિતિના કારણે હવે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા ફરી વ્યાજદર વધારી રહી છે તથા આગામી દિવસોમાં બેન્ક ધિરાણ વધુ મોંઘા બનશે તો પર્સનલ લોનથી ઓટો તથા હાઉસીંગ લોન લેનારની મુશ્કેલીઓ વધી શકે છે.
વ્યાજદર વધતા બેન્કો માસિક હપ્તાની રકમ વધારશે તથા લોનની અવધી પણ વધી શકે છે તે સમયે નોન બેન્કીંગ ફાયનાન્સ કંપનીઓ માટે મુશ્કેલ સ્થિતિ વધુ મુશ્કેલ બની શકે છે.


