ઈંધણના ભાવ વધતા ટ્રાન્સપોટર્સ ભાડા વધારવા સજ્જ
(એજન્સી) નવી દિલ્હી તા.16
ગુજરાત ટ્રક-ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના સૂત્રોનું કહેવું છે કે, પેટ્રોલના દરમાં 3 થી 4 ટકા નો વધારો થયો હોવાથી કોન્ટ્રાક્ટ પર ટ્રાન્સપોર્ટના કામ કરનારાઓની મુશ્કેલીમાં વધારો થશે. આ અંગે સમજણ આપતા જાણકારો કહે છે કે, માલના પરિવહન માટે લાંબા ગાળાના કરારો કરનારાઓની શરતોમાં જણાવવામાં આવે છે કે પેટ્રોલ કે ડીઝલના દરમાં ૫ ટકા નો વધારો થશે તો જ કરારના દરમાં સુધારો કરવામાં આવશે. આમ, 3 થી 4% ના વધારાનો લાભ તેમને મળશે નહીં અને તેમના માજિર્ન કપાઈ જશે.
ટ્રાન્સપોર્ટર્સ તેમના ટ્રાન્સપોર્ટના દરમાં વધારો કરશે. પરિણામે શાકભાજી સહિતની ઘરવપરાશની ચીજવસ્તુઓના ભાવમાં વધારો થશે. આ સિવાય ફાસ્ટ મુવિગ કન્ઝ્યુમર ગુડ્સ (FMCG) ના દરમાં પણ વધારો જોવા મળી શકે છે. બીજી તરફ, મોંઘવારીના વધારા સામે પગારમાં વધારો નહીં થતો હોવાથી નોકરિયાત વર્ગના પરિવારોની હાલાકી વધી જવાની સંભાવના રહેલી છે.


