દિવંગત નેતા અજિત પવારના પત્ની સુનેત્રા પવાર મહારાષ્ટ્રના નવા નાયબ મુખ્યમંત્રીના શપથ લીધા.

દિવંગત નેતા અજિત પવારના પત્ની સુનેત્રા પવાર મહારાષ્ટ્રના નવા નાયબ મુખ્યમંત્રીના શપથ લીધા.
The Hindu

મુંબઈ, તા.31
મહારાષ્ટ્રના દિગ્ગ્જ નેતા અજિત પવારના નિધન ના ચોથા દિવસે તેમના પત્ની સુનેત્રા પવારે નવા નાયબ મુખ્યમંત્રી ના શપથ   ગ્રહણ કર્યા છે. આજે આચાર્ય દેવવ્રતે તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. આ શપથવિધિ દરમ્યાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવિસ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને અન્ય નેતાઓ હાજર રહ્યા હતા. આજે સવારે સુનેત્રા પવારે રાજ્યસભાના સાંસદ પદ પરથી રાજીનામુ આપ્યું હતું.