માણાવદર જય યોગેશ્વર ગૌશાળા ખાતે પંચકુડી શ્રી ગૌ ગાયત્રી યજ્ઞ યાગ યોજાઈ

માણાવદર જય યોગેશ્વર ગૌશાળા ખાતે પંચકુડી શ્રી ગૌ ગાયત્રી યજ્ઞ યાગ યોજાઈ

(પ્રતિનિધિ દ્વારા)
માણાવદર, તા.૧૬
માણાવદરની વિખ્યાત શ્રી જય યોગેશ્વર ગૌશાળા ખાતે શ્રી ગૌ માતા અને નંદીબાબાના મુખ્ય યજમાન પદ શ્રી ગૌ ગાયત્રી યજ્ઞ યાગનો પ્રારંભ ગૌ પૂજન, નંદી બાબા પૂજન, શ્રી બીલી વૃક્ષ પૂજન અને વિપ્ર વંદનાથી થયો હતો. શ્રી ગણેશ ગાયત્રી મંત્ર માલા હોમ, શ્રી ગાયત્રી મંત્ર માલા હોમ, કુળદેવી મંત્ર હોમ, શિવ મંત્ર હોમ, શ્રી હનુમાન ચાલીસા હોમ, શ્રી સૂક્ત હોમ, શ્રી સુરભી ગો મંત્ર માલા હોમની આહુતિઓ અર્પણ કરવામાં આવી હતી. ૧૧ યજમાનોએ ૫૫૫૫ આહુતિઓ અર્પણ કરી હતી. શ્રી ગૌ ગાયત્રી યજ્ઞ યાગના મુખ્ય આચાર્ય દ્વારકા વેદભવનના તેજસ્વી વિદ્યાર્થી શાસ્ત્રી અનિલભાઈ જાેશીએ સેવાઓ આપી. જય યોગેશ્વર ગૌશાળાના વ્યવસ્થા જયેશભાઈ અને સ્ટાફ ખૂબ જ સુંદર વ્યવસ્થા કરી હતી. ગૌશાળાના પ્રવેશ દ્વાર પાસે જ બોલી વૃક્ષ અને અન્ય વૃક્ષની અન્ય વૃક્ષોના શીતળ છાયામાં યજ્ઞ શાળાનું સુંદર નિર્માણ કર્યું હતું. શ્રી જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ સહયોગી બન્યા હતા. સમગ્ર યજ્ઞનું સંચાલન ગૌ ઉપાસક મયૂર મો રાવલે કર્યું હતું. ૫૩૩ શ્રી ગૌ ગાયત્રી યજ્ઞ યાગ થઈ ચૂક્યા છે.