રોક શકો તો રોક લો.... ગુજરાતમાં ગૃહ વિભાગ ભ્રષ્ટ્રાચારમાં નં.૧

છેલ્લા ૩૦ વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન : પરંતુ ભ્રષ્ટ્રાચાર રોકી શકાયો નથી

રોક શકો તો રોક લો.... ગુજરાતમાં ગૃહ વિભાગ ભ્રષ્ટ્રાચારમાં નં.૧

ગાંધીનગર તા.૯ : 
ગુજરાતમાં છેલ્લા ૩૦ વર્ષથી ભાજપનું શાસન હોવા છતા ભ્રષ્ટાચારને પુરી રીતે કાબુમાં લાવી શકાયો નથી પણ વાસ્તવમાં તે વધતો જતો હોવાનું ખુદ સરકારના જ આંકડા દર્શાવે છે. જો કે સરકારની ભ્રષ્ટાચાર વિરોધી એજન્સી એન્ટી કરપ્શન બ્યુરો સમગ્ર તાકાતથી કામ કરીને સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર સામે કામગીરી કરે છે.
એન્ટી કરપ્શન બ્યુરોના રિપોર્ટ મુજબ રાજયમાં ગૃહ મંત્રાલય અથવા ગૃહ વિભાગ એ સૌથી ભ્રષ્ટ છે. રાજયના કાનૂન વ્યવસ્થા માટે જવાબદાર તથા વિશાળ પોલીસ દળ ધરાવતા આ વિભાગની છાપ જાહેર જનતામાં સારી નથી તે તો સર્વે જાણે છે.
પોલીસનો ભ્રષ્ટાચાર રોડ પર પણ જોઈ શકાય છે તો બાદમાં સૌથી ભ્રષ્ટ સરકારી વિભાગોની યાદીમાં મહેસૂલ જે ‘જમીન‘ સાથે જોડાયેલો વિભાગ છે તે તથા પોલીસ વિભાગની મીલી ભગત અનેક વખત સામે આવે છે તથા જમીન કૌભાંડોમાં પણ આ વિભાગના અધિકારીઓ સામેલ છે.
તેથી જ તે ભ્રષ્ટાચારમાં પોલીસ વિભાગની સ્પર્ધા પણ કરી શકે છે. પોલીસનો ભ્રષ્ટાચાર રૂા.૫૦-૧૦૦ના ટ્રાફિક 
નિયમોના પાલન નહી કરવાની 
શરૂ થાય છે પણ મહેસુલ 
વિભાગનો ભ્રષ્ટાચારનાં લાખો-કરોડોમાં હોય છે.