ઉનામાં ભૂંડણ પકડવાના ધંધાકીય ખારને કારણે ઉના અને કેશોદના શીખ પરિવારો વચ્ચે બઘડાટી : નવ સામે ફરિયાદ

ઉનામાં ભૂંડણ પકડવાના ધંધાકીય ખારને કારણે ઉના અને કેશોદના શીખ પરિવારો વચ્ચે બઘડાટી : નવ સામે ફરિયાદ

(પ્રતિનિધિ દ્વારા)
ઉના તા.14
ઉના શહેરમાં વેરાવળ રોડ ઉપર આનંદવાડી પાસે જી.ઇ.બી સોસાયટીમાં રહેતા ભૂંડ પકડવાનો વ્યવસાય કરતા શીખ જસબીરસિંહ જીતસિંહ રાઠોડ(ઉ.વ.41) પોતાના ભાઈ ધરમપાલસિંહ, ભાઈ મજીતસિંહ, પુત્ર હરમીત સિંહ, સાથી શનિસિંહ રે. ઊના વાળા સાથે ભાવનગર રોડ ઉપર હરભોલે હોટલ પાસે એક દુકાને ચા અને નાસ્તો કરતા હતા ત્યારે એક બોલેરો પિકપ વાનમાં કેશોદના મહેન્દ્રસિંહ સુરત સિંહ બાવરી, માન્યસિંહ ઉર્ફે હરનામ સિંહ મહેન્દ્ર સિંહ બાવરી, બલ્લુ સિંહ મહેન્દ્રસિંહ, હક્કા સિંહ મહેન્દ્ર સિંહ, કાળુસિંહ મહેન્દ્રસિંહ, દીપ સિંહ સુરત સિંહ તથા ત્રણ અજાણ્યા લોકો આવી ભૂંડ પકડવાનો ધંધાકીય ખાર રાખી બોલાચાલી કરી ઝપાઝપી કરી આરોપીઓએ બોલેરોમાં રાખેલ લોખંડના પાઇપો કાઢી આડેધડ માર મારી ગંભીર ઇજાઓ કરી નાસી ગયા હતા. જેમાં જસબીરસિંહ જીતસિંહ, ધરમપાલ સિંહ, મજીત સિંહ, હરપીતસિંહ કુલ ત્રણ લોકોને માથામાં, હાથ-પગમાં ગંભીર ઇજાઓ થવાથી પ્રથમ ઊના સરકારી હોસ્પિટલમાં વધુ સારવાર માટે ઊના ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ઊના પોલીસમાં કેશોદના નવ લોકો સામે હુમલો કરી લોખંડનો પાઇપ મારી ગંભીર ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકીની પોલીસ ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.