રાજકોટ-અમદાવાદમાં ગરમીનો પારો ૪૧ ડીગ્રીને વટાવી ગયો : ૧૭ જીલ્લામાં હીટવેવની આગાહી

રાજકોટ-અમદાવાદમાં ગરમીનો પારો ૪૧ ડીગ્રીને વટાવી ગયો : ૧૭ જીલ્લામાં હીટવેવની આગાહી

(બ્યુરો)              અમદાવાદ તા.૧૦
ગુજરાતમાં ગરમીનો પારો આસમાને પહોંચતા જનજીવન પ્રભાવિત થયું છે, જેમાં રાજકોટ, અમદાવાદ, ડીસા અને કંડલા સહિતના મુખ્ય શહેરોમાં તાપમાન ૪૧ ડિગ્રીને પાર કરી ગયું છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના ૧૭ જિલ્લાઓમાં હીટવેવનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે આગામી ૩ દિવસ સુધી કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં તાપમાન સામાન્ય કરતા ૭ ડિગ્રી જેટલું ઊંચું નોંધાતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ તકેદારી રાખવાની સૂચના અપાઈ છે. જોકે, દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન નીચું રહેશે, પરંતુ ભેજને કારણે અસહ્ય બફારો અનુભવાશે. આગામી ત્રણ દિવસના પ્રકોપ બાદ ગરમીમાં ૨થી ૩ ડિગ્રીનો ઘટાડો થતા લોકોને આંશિક રાહત મળવાની શક્યતા છે.