ધનુર્માસ નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ દાદાનું દિવ્ય રાજોપચાર પૂજન કરાયું

ધનુર્માસ નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ દાદાનું દિવ્ય રાજોપચાર પૂજન કરાયું

(પ્રતિનિધિ દ્વારા)
સાળંગપુર તા.૩૧
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે પવિત્ર ધનુર્માસ નિમિત્તે તારીખ 30-12-2025, મંગળવારના રોજ પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને  વૃંદાવનમાં તૈયાર થયેલા એમ્બ્રોઈડરી વર્કવાળા ફુલની ડિઝાઈનવાળા વાઘાની  ધરાવવામાં આવ્યા હતા. મંદિરમાં દાદાના  સિંહાસનને સુશોભિત કરવામાં આવ્યું હતું. સવારે 5:30  કલાકે મંગળા આરતી અને સવારે 7:00  કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી  દ્વારા કરવામાં આવી હતી. દાદાને 51 ડઝન કેળાનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો.  મંદિર યજ્ઞશાળામાં મારુતિયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું.  વિશ્વ કલ્યાણ અને પારિવારિક શાંતિના અર્થે વિશેષ જાપ યજ્ઞ કરવામાં આવ્યો છે. “શ્રી હનુમાન ચાલીસાના પાઠ” તેમજ “ૐ નમો હનુમતે ભયભંજનાય સુખમ્ કુરૂ ફટ્ સ્વાહા”. દરરોજ કરવામાં આવેછે. પવિત્ર ધનુર્માસ દરમિયાન સાંજે 04:00 કલાકે શ્રી કષ્ટભંજનદેવ દાદાનું દિવ્ય રાજોપચાર પૂજનનું આયોજન કરવામાં આવ્યું.દાદાને  દિવ્ય  શણગાર સાથોસાથ ફળ,પુષ્પ, ડ્રાયફ્રુટ વિગેરે ધરવવામાં આવેલ, પુષ્પવર્ષા કરવામાં આવેલ, દાદાની દિવ્ય સંધ્યા આરતી 06:30 કલાકે શ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. તેમજ હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ દિવ્ય દર્શનનૉ  લાભ લઈ ધન્યતાનો  અનુભવ કર્યો હતો. મહત્વનું છે કે શ્રી સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને રાજોપચાર પૂજા ઘણી વખત કરવામાં આવે છે.ભગવાન શ્રી રામના સમપિર્ત સેવક હનુમાનજી મહારાજ પણ એક રાજાની જેમ પોતાનાં ભક્તોના કષ્ટોને નિરંતર દૂર કરે છે, તેથી જ શ્રી સાળંગપુરધામમાં કોઈને કોઈ કારણસર રાજોપચાર પૂજન કરવામાં આવે છે. જે ઉપચારથી રાજા પ્રસન્ન થાય છે તેને રાજોપચાર પૂજા કહે છે. શ્રી હનુમાનજી મહારાજ શાસ્ત્રોમાં પારંગત છે. જેઓ વેદોના રહસ્યો જાણે છે, તેથી જ રાજોપચાર પૂજામાં ચાર વેદના મંત્રો સૌપ્રથમ હનુમાનજી મહારાજને સમપિર્તથાય છે. ત્યાર બાદ પ્રાન્તિક ભાષામાં લખેલા શાસ્ત્રો, પુરાણો, ઉપનિષદો અને ગાનું પણ હૃદયપૂર્વક પાઠ કરવામાં આવે છે.જેમ રાજાને સંગીત અને નૃત્ય ગમે છે, તેવી જ રીતે હનુમાનજી મહારાજની સામે શાસ્ત્રીય સંગીત સહીત વિવિધ સંગીતનાં સાધનો વડે સંગીત રજૂ કરવામાં આવે છે અને નર્તકો પણ નૃત્ય કરીને હનુમાનજી મહારાજને પ્રસન્ન કરે છે.