ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૫ અંતર્ગત રોલ ઓબ્ઝર્વર દિલિપકુમાર રાણા(IAS) દ્વારા જૂનાગઢ જિલ્લામાં સમીક્ષા મુલાકાત
જૂનાગઢ તા.૩૧
ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૫ અંતર્ગત જુનાગઢ જિલ્લામાં રોલ ઓબ્ઝર્વર દિલીપ રાણાની દ્વિતીય મુલાકાત યોજાઈ. આ દરમિયાન માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી કાર્યક્રમની પ્રગતિ અંગે માહિતી આપવામાં આવી હતી. પક્ષોને ASD (ગેરહાજર, સ્થળાંતર, મૃત્યુ) યાદીમાં કોઈ વાંધા સૂચનો હોય તો ફોર્મ ૬ અને ઘોષણાપત્ર ભરી મતદાર પોતાનું નામ આખરી મતદાર યાદીમાં નોંધાવી શકે છે તે સમજણ આપવામાં આવી હતી. No Mapping કેટેગરીના મતદારોને નોટિસ મળે ત્યારે ગણતરી ફોર્મના પાછળના ભાગમાં આપેલા કુલ ૧૩ પૈકીના પુરાવા રજૂ કરે તેવી સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેક્ટરની હાજરીમાં મતદાર નોંધણી અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં તેમની કામગીરીની સમીક્ષા કરી અને આગામી તબક્કાની કામગીરી માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. જૂનાગઢ જિલ્લાના તમામ મતદાન મથકો પર તા.૨૭ અને ૨૮ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ સ્પેશિયલ કેમ્પ દરમિયાન Roll Observer દિલીપકુમાર રાણા(IAS) દ્વારા ૮૬-જૂનાગઢ વિધાનસભા મતવિસ્તારમાં આવેલ કાર્મેલ કોન્વેન્ટ સ્કૂલના પાંચ મતદાન મથકોની મુલાકાત લઈ બી.એલ.ઓ.ની કામગીરીની સમીક્ષા કરવામાં આવી અને જરૂરી સૂચનો આપ્યા હતા. તા.૨૭-૧૨-૨૦૨૫ના રોજ યોજાયેલા ખાસ કેમ્પમાં જિલ્લામાં ફોર્મ નં.૬-૧૭૪૪, ફોર્મ નં.૬છ-૧, ફોર્મ નં.૭-૨૪૦ અને ફોર્મ નં.૮-૧૩૧૫ મળીને કુલ ૩૩૦૦ અરજીઓ પ્રાપ્ત હતી. આગામી તારીખ ૩ અને ૪ જાન્યુઆરીએ પણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લોકો ડ્રાફટ મતદાર યાદીમાં પોતાનું નામ છે કે નહીં એ ચકાસી શકશે, NO mapping તથા નામ ઉમર વિસંગતતા ધરાવતી કેટેગરીના મતદારો પુરાવા જમા કરી શકશે, ASD(ગેરહાજર, સ્થળાંતર, મૃત્યુ) યાદી જોઈ શકશે ફોર્મ નંબર ૬, ૭, ૮ ભરી શકશે. મતદારોને મોટી સંખ્યામાં આગામી કેમ્પનો પણ લાભ લેવા જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો.


