માંગરોળ બંદરે ખારવા સમાજની સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
(નિલેશ રાજપરા દ્વારા)
માંગરોળ તા.૭
માંગરોળ બંદરે ખારવા સમાજની સંસ્થાઓ મહાવીર મચ્છીમાર મંડળી, બોટ એસોસિએશન, હોડી એસોસિએશન, જીવનદીપ સાર્વજનિક અને મેડિકલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુવાનોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરતા ૫૦૦થી વધુ બોટલ રક્ત એકત્રિત થયું હતું. કેમ્પને સફળ બનાવવા સ્વયં સેવક યુવાનો, આગેવાનો તથા જૂનાગઢ સિવિલ હોસ્પિટલ મેડિકલ કોલેજ બ્લડ બેન્ક, નાથાણી બ્લડ બેન્ક - રાજકોટ, સરદાર પટેલ બ્લડ બેન્ક - કેશોદ અને શ્રીરામ બ્લડ બેન્ક - પોરબંદર દ્વારા ભારે જહેમત ઉઠાવાઈ હતી.


