“અમે ભારતના સૌથી મોટા ભાગેડુ છીએ” : લલીત મોદી અને વિજય માલ્યાએ ભારતની મજાક ઉડાવી

“અમે ભારતના સૌથી મોટા ભાગેડુ છીએ” : લલીત મોદી અને વિજય માલ્યાએ ભારતની મજાક ઉડાવી

(એજન્સી)    નવી દિલ્હી,તા.૨૪:
એક વાયરલ વિડીયોમાં ઇન્ડિયન પ્રીમિયર લીગના પૂર્વ કમિશનર લલિત મોદી લંડનમાં ભાગેડુ ઉદ્યોગપતિ વિજય 
માલ્યા સાથે પાર્ટી કરતા દેખાઈ રહ્યા છે. વીડિયોમાં લલિત મોદી કટાક્ષ કરતા ખુદને અને માલ્યાને ભારતના સૌથી મોટા ભાગેડુ કહીને બોલાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેને દેશની મજાક ઉડાવવા તરીકે જોવાઈ રહ્યું છે. લલિત મોદીએ આ વીડિયોને પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે ચાલો ભારતમાં ઇન્ટરનેટ પર ફરીથી ધૂમ મચાવીએ. જન્મદિવસ મુબારક મારા દોસ્ત વિજય માલ્યા. લવ યૂ. તેનાથી ભાગેડુ ઉદ્યોગપતિ સાથે તેની દોસ્તીનું ખુલ્લું પ્રદર્શન સ્પષ્ટ દેખાય છે.
આ પોસ્ટને ભારત સરકારની ઘોર મજાક ઉડાવવા બરાબર જોવાઈ રહ્યું છે. જે લલિત મોદી અને વિજય માલ્યાના પ્રત્યાર્પણની વર્ષોથી કોશિશ કરી રહી છે. લલિત મોદી ૨૦૧૦માં ભારત છોડીને જતો રહ્યો છે, જ્યારે વિજય માલ્યા ૨૦૧૬થી ફરાર છે.