કોલકત્તા જળબંબાકાર : ૭ના મોત : જનજીવન ઠપ્પ
ગત રાત્રીના કોલકતામાં ધોધમાર ૧૩.પ ઈંચ વરસાદ ખાબકતા સમગ્ર શહેર પાણી-પાણી
(એજન્સી) કોલકતા તા.ર૩
ગત રાત્રે પશ્ચિમ બંગાળના કોલકાતા અને આસપાસના વિસ્તારોમાં આખી રાત પડેલા વરસાદને કારણે પૂર આવ્યું હતું. અત્યાર સુધીમાં ૭ લોકોના મોત થયાના અહેવાલ છે, જેમાંથી મોટાભાગના લોકો વીજળી પડવાથી મૃત્યુ પામ્યા છે.
કોલકાતામાં ગત આખી રાત ભારે વરસાદ પડ્યો. આજે સવાર સુધીમાં, ઘણા વિસ્તારોના રસ્તાઓ પર બે થી ત્રણ ફૂટ પાણી ભરાઈ ગયા હતા. શહેરના ઘણા વિસ્તારોમાં અને લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે.
કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન (દ્ભસ્ઝ્ર) એ જણાવ્યું હતું કે શહેરના દક્ષિણ અને પૂર્વીય ભાગોમાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો. ગારિયા કામદહારીમાં થોડા કલાકોમાં જ ૩૩૨ મીમી (૧૩.પ ઈંચ) વરસાદ નોંધાયો હતો.


