અયોધ્યા સ્થિત રામ મંદિરને અજાણ્યા ભક્તે રૂા.૩૦ કરોડની પ્રતિમા ભેટ આપી
(એજન્સી) અયોધ્યા તા.ર૪
અયોધ્યામાં રામલલ્લા મંદિર કેમ્પસમાં જલ્દી એક ખૂબ જ ભવ્ય અને કિંમતી પ્રતિમા સ્થાપિત થવાની છે. સોનાની ચમકવાળી આ પ્રતિમામાં હીરા-પન્ના અને ઘણા રત્નો જડેલા છે. તેને કર્ણાટકના એક અજાણ્યા ભક્તે દાન કર્યું છે. મંગળવારે સાંજે પ્રતિમા કર્ણાટકથી અયોધ્યા લાવવામાં આવી. પ્રતિમા ૧૦ ફૂટ ઊંચી અને ૮ ફૂટ પહોળી છે. અંદાજિત કિંમત ૨૫ થી ૩૦ કરોડ છે. નિર્માણ દક્ષિણ ભારતની શિલ્પકલાથી કરવામાં આવ્યું છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય ડો. અનિલ મિશ્રાએ જણાવ્યું- પ્રતિમા કોણે મોકલી છે, હજુ સુધી તેની જાણ થઈ નથી. તેનું વજન કરાવવામાં આવી રહ્યું છે. જોકે, અનુમાન છે કે ૫ાંચ ક્વિન્ટલ વજનની પ્રતિમા હશે. જલ્દી જ સંપૂર્ણ વિગતો શેર કરવામાં આવશે.


