જૂનાગઢના વતની આરીબ હબીબે પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ ખરીદી લીધી

જૂનાગઢના વતની આરીબ હબીબે પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ ખરીદી લીધી

(એજન્સી)    નવી દિલ્હી,તા.૨૪:
પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (ઁૈંછ) વેચાઈ ગઈ છે. આ સોદો ૧૩૫ અબજ પાકિસ્તાની રૂપિયામાં થયો હતો, જે ભારતીય ચલણમાં આશરે ૪૩ અબજ રૂપિયા બરાબર છે. આરિફ હબીબ ઇન્વેસ્ટમેન્ટ ફર્મના નેતૃત્વ હેઠળના એક કન્સોટિર્યમે સરકારી માલિકીની એરલાઇનને હસ્તગત કરી છે. ઇસ્લામાબાદમાં યોજાયેલી આ હરાજીને પાકિસ્તાનના ઇતિહાસમાં સૌથી મોટી હરાજી કહેવામાં આવી રહી છે. આરિફ હબીબ મૂળ ગુજરાતના જૂનાગઢ જિલ્લાના વતની છે. ભાગલા પછી તેમનો પરિવાર બાંટવાથી પાકિસ્તાન સ્થળાંતરિત થયો હતો.
પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ એક સમયે વિશ્વની ટોચની એરલાઇન્સમાંની એક માનવામાં આવતી હતી. જો કે, નબળા સંચાલનને કારણે, તે છેલ્લા કેટલાક વર્ષોથી સંઘર્ષ કરી રહી છે અને લાંબા સમયથી નુકસાન સહન કરી રહી છે. હરાજીમાં ત્રણ કંપનીઓએ બોલી લગાવી હતી. જેમાં આરિફ હબીબ, લકી સિમેન્ટ અને એરબ્લુ. લકી સિમેન્ટ સાથે ગાઢ સ્પર્ધા બાદ આરિફ હબીબે હરાજી જીતી હતી. સરકારે ૧૦૦ અબજ રૂપિયાનો સંદર્ભ ભાવ નક્કી કર્યો હતો. એરબ્લુએ સૌથી ઓછી ૨૬.૫ અબજ રૂપિયાની બોલી લગાવી હતી.