ર૦ વર્ષ બાદ ઉદ્ધવ અને રાજ ઠાકરે વચ્ચે ગઠબંધન : મહારાષ્ટ્રની મનપાઓની ચૂંટણી એકસાથે લડવાની જાહેરાત
(એજન્સી) મુંબઈ તા.ર૪
મહારાષ્ટ્રમાં જાન્યુઆરી ૨૦૨૬માં યોજાનારી ૨૯ મહાનગરપાલિકાની ચૂંટણીઓ માટે ઉદ્ધવ અને રાજ ઠાકરે એકસાથે આવી રહ્યા છે. બંને ભાઈઓ આજે બપોરે ૧૨ વાગ્યે ગઠબંધનની ઔપચારિક જાહેરાત કરી હતી. બંને એ એક સંયુક્ત પત્રકાર પરિષદ ને સંબોધન કરતા એવી જાહેરાત કરી હતી કે, હવે શિવસેના-ઉદ્ધવ અને મનસે ફરી સાથે મળીને ચૂંટણી લડશે. મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચે રાજ્યભરની ૨૯ મહાનગર
પાલિકાઓ માટે ચૂંટણીની જાહેરાત કરી છે. જેમાં બૃહન્મુંબઈ મહાનગરપાલિકા, પુણે મહાનગરપાલિકા અને પિંપરી-ચિંચવડ મહાનગરપાલિકાનો સમાવેશ થાય છે.


