ગ્રીનલેન્ડ મુદ્દે ટ્રમ્પની ધમકીથી યુરોપમાં ખળભળાટ  યુરોપીય સંઘે તાત્કાલીક આપાતકાલીન બેઠક બોલાવી

ગ્રીનલેન્ડ મુદ્દે ટ્રમ્પની ધમકીથી યુરોપમાં ખળભળાટ  યુરોપીય સંઘે તાત્કાલીક આપાતકાલીન બેઠક બોલાવી

(એજન્સી)      વોશિંગ્ટન તા.૧૯:
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડને લઈને આપેલી ‘ટેરિફ ધમકી‘ બાદ યુરોપીય સંઘે આજે તાત્કાલિક ધોરણે ઈમરજન્સી બેઠક બોલાવી છે, જેના પર સમગ્ર વિશ્વની મીટ મંડાયેલી છે.
આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ફરી એકવાર ગ્રીનલેન્ડનો મુદ્દો ગરમાયો છે. છેલ્લા અહેવાલો મુજબ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડના અધિગ્રહણ અથવા તેના સંસાધનો પર નિયંત્રણને લઈને જે વલણ અપનાવ્યું છે અને તેની સામે યુરોપિયન દેશો પર ભારે ટેરિફ (આયાત જકાત) લાદવાની જે ચીમકી આપી છે, તેનાથી વૈશ્વિક બજારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ટ્રમ્પની આ હિટલરશાહી નીતિનો જવાબ આપવા માટે યુરોપીય સંઘ (ઈ.યુ.) ના નેતાઓએ બ્રસેલ્સમાં એક તાત્કાલિક આપાતકાલીન બેઠકનું આયોજન કર્યું છે.આ વિવાદનું મૂળ ગ્રીનલેન્ડનું વ્યૂહાત્મક સ્થાન અને ત્યાં રહેલા વિપુલ કુદરતી સંસાધનો છે. અમેરિકા લાંબા સમયથી આર્કટિક ક્ષેત્રમાં પોતાની પકડ મજબૂત કરવા માંગે છે. જોકે, ગ્રીનલેન્ડ ડેનમાર્કના તાબા હેઠળનો સ્વાયત્ત પ્રદેશ હોવાથી, યુરોપીય સંઘ આ મુદ્દે કોઈ બાંધછોડ કરવા તૈયાર નથી.