ટ્રમ્પની ધમકીઓનું સુરસુરીયુ : યુરોપ સાથે ડીલ કરી ભારતે ખેલ પાડી દીધો
(એજન્સી) નવી દિલ્હી, તા.૧૬
અમેરિકા અને ભારત વચ્ચે ટેરિફ વોરનો કોઇ ઉકેલ આવતો નથી અને ટ્રમ્પ વધુને વધુ ટેરિફની ધમકી આપતા રહયા છે ત્યારે ભારતે મોટો ખેલ પાડી દીધો છે. અમેરિકાને કોરાણે મુકીને યુરોપિયન યુનિયન સાથે ડીલ ફાઇનલ કરી લેવામાં આવી છે.
આગામી ૨૬ જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વે તેની સતાવાર જાહેરાત થઇ શકે છે. યુરોપિયન કાઉન્સીલના અધ્યક્ષ એન્ટોનિયો લુઇસ સૈંટોસ દા કોસ્ટા તથા યુરોપિયન કમીશનના અધ્યક્ષ ઉર્સુલા વોને ડેર લેયન ૨૫
થી ૨૭ જાન્યુઆરીના ભારત પ્રવાસે આવી રહ્યા છે.
જેથી ગણતંત્ર દિવસ સમારોહના મુખ્ય અતિથિ હશે અને આ દરમ્યાન મુક્ત વ્યાપાર કરારની જાહેરાત શક્ય છે. યુરોપના બન્ને ટોચના નેતાઓના ભારત પ્રવાસને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ૨૭ જાન્યુઆરીએ ભારત-ઇયુ વચ્ચેના ૧૬મા શિખર સંમેલનની સહ-અધ્યક્ષતા કરશે જેમાં ડીલની જાહેરાત કરાશે.


