આવતીકાલે સવારે ૧૧.૩૦ કલાકે નીતિશ કુમાર બીહારના મુખ્યમંત્રી પદે શપથ લેશે
વડાપ્રધાન મોદી પણ હાજરી આપશે
પટના તા.૧૯
નીતિશ કુમાર આવતીકાલે, ગુરૂવારે, સવારે ૧૧.૩૦ વાગ્યે ગાંધી મેદાનમાં મુખ્યમંત્રી પદના શપથ લેશે. જેડીયુના કાર્યકારી પ્રમુખ સંજય ઝાના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન મોદી પણ આ સમારોહમાં હાજરી આપશે.
બુધવારે મુખ્યમંત્રી નિવાસસ્થાને ત્નડ્ઢેં ધારાસભ્ય દળની બેઠક મળી હતી. જેમાં નીતિશ કુમારને ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા.
ભાજપ પોતાના ધારાસભ્ય દળના નેતાની પસંદગી માટે પણ એક બેઠક કરશે. ત્યારબાદ, દ્ગડ્ઢછ બપોરે ૩:૩૦ વાગ્યે વિધાનસભાના સેન્ટ્રલ હોલમાં મળશે. એવી ચર્ચા છે કે ત્નડ્ઢેં ક્વોટામાંથી ૧૩ મંત્રીઓ બનાવવામાં આવી શકે છે.
દ્ગડ્ઢછ વિધાનસભા પક્ષ સેન્ટ્રલ હોલમાં મળશે. ભાજપ, ત્નડ્ઢેં, ન્ત્નઁ(ઇ), ૐછસ્ અને ઇન્સ્ ના તમામ ૨૦૨ ધારાસભ્યો હાજર રહેશે. નીતિશ કુમાર, ચિરાગ પાસવાન, સંતોષ સુમન, ઉપેન્દ્ર કુશવાહા, સમ્રાટ ચૌધરી અને વિજય સિંહા પણ હાજર રહેશે.


