ઈતિહાસમાં સૌપ્રથમવાર વર્ષ-ર૦ર૬નું સામાન્ય બજેટ રવિવાર ૧ ફેબ્રુઆરીએ રજુ થશે

ઈતિહાસમાં સૌપ્રથમવાર વર્ષ-ર૦ર૬નું સામાન્ય બજેટ રવિવાર ૧ ફેબ્રુઆરીએ રજુ થશે

(એજન્સી)    નવી દિલ્હી, તા.૧૦
આ વખતે દેશનું બજેટ ૨૦૨૬ ૧ ફેબ્રુઆરી, રવિવારના રોજ રજૂ થશે. સંસદનું બજેટ સત્ર ૨૮ જાન્યુઆરીથી શરૂ થશે અને ૨ એપ્રિલ સુધી ચાલશે. રાષ્ટ્રપતિએ તેને મંજૂરી આપી દીધી છે.
૨૮ જાન્યુઆરીએ રાષ્ટ્રપતિનું અભિભાષણ હશે. ૨૯ જાન્યુઆરીએ આર્થિક સર્વેક્ષણ રજૂ થશે. રવિવાર છતાં ૧ ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરાશે. બજેટ સત્રનો પહેલો તબક્કો ૧૩ ફેબ્રુઆરીએ સમાપ્ત થશે. બીજો તબક્કો ૯ માર્ચથી શરૂ થશે અને ૨ એપ્રિલ સુધી ચાલશે.
સંસદીય મામલાઓની કેબિનેટ સમિતિ દ્વારા નક્કી કરાયેલા સંભવિત કાર્યક્રમનો હવાલો આપતા અધિકારીઓએ કહ્યું કે, રાષ્ટ્રપતિનું પારંપરિક અભિભાષણ હશે. બીટિંગ રિટ્રીટ સમારોહના કારણે ૨૯ જાન્યુઆરીએ બંને ગૃહોની બેઠક નહીં યોજાય.
સંસદની બેઠક ૨૯ જાન્યુઆરીએ થશે, જે દિવસે આર્થિક સર્વેક્ષણ રજૂ કરાવાની સંભાવના છે. ત્યારબાદ ૩૧ જાન્યુઆરીએ લોકસભા અને રાજ્યસભાની બેઠક નહીં 
યોજાય. કેન્દ્રીય બજેટ ૧ ફેબ્રુઆરીએ રજૂ કરાશે. રાષ્ટ્રપતિના અભિભાષણ અને કેન્દ્રીય બજેટ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા બાદ સંસદ બેઠક ૧૩ ફેબ્રુઆરીએ સ્થગિત થશે અને એક મહિનાના વિરામ બાદ ફરી મળશે.