સ્વાભિમાન પર્વ : આજે સાંજે વડાપ્રધાન મોદીનું સોમનાથમાં આગમન

આજથી વડાપ્રધાન મોદી ગુજરાતના ૩ દિવસના પ્રવાસે : સોમનાથમાં સ્વાભિમાન પર્વનું ભવ્ય આયોજન : ગુજરાતભરમાંથી સાધુ-સંતો-શ્રધ્ધાળુઓનું મોટી સંખ્યામાં આગમન

સ્વાભિમાન પર્વ : આજે સાંજે વડાપ્રધાન મોદીનું સોમનાથમાં આગમન

(બ્યુરો)         વેરાવળ, તા., ૧૦: 
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ૧૦ જાન્યુઆરીએ સાંજે બપોરે ૪.૩૦ કલાકે રાજકોટ એરપોર્ટ પર પહોંચશે. ત્યાંથી હેલિકોપ્ટર થી સોમનાથ પહોંચશે અને રાત્રે લગભગ ૮ વાગ્યે ઓમકાર મંત્ર જાપમાં ભાગ લેશે, ત્યારબાદ તેઓ સોમનાથ મંદિરમાં ડ્રોન શો નિહાળશે. ૧૧ જાન્યુઆરીના રોજ સવારે ૯:૪૫ વાગ્યે, પ્રધાનમંત્રી શૌર્ય યાત્રામાં ભાગ લેશે, જે સોમનાથ મંદિરની રક્ષા માટે પોતાના પ્રાણનું બલિદાન આપનારા અસંખ્ય યોદ્ધાઓના સન્માનમાં આયોજિત એક ઔપચારિક શોભાયાત્રા છે.
શૌર્ય યાત્રામાં ૧૦૮ ઘોડાઓની પ્રતીકાત્મક શોભાયાત્રા હશે, જે બહાદુરી અને બલિદાનને પ્રતિબિંબિત કરશે. ત્યારબાદ, સવારે ૧૦:૧૫ વાગ્યે, પ્રધાનમંત્રી સોમનાથ મંદિરમાં દર્શન અને પૂજા કરશે. સવારે ૧૧ વાગ્યે, પ્રધાનમંત્રી સોમનાથમાં એક જાહેર કાર્યક્રમમાં ભાગ લેશે અને સંબોધન કરશે.
 ૧૨ જાન્યુઆરીના રોજ, પ્રધાનમંત્રી અમદાવાદમાં જર્મનીના ફેડરલ ચાન્સેલર, ફ્રેડરિક મેર્ઝને મળશે. સવારે લગભગ ૯:૩૦ વાગ્યે, બંને નેતાઓ સાબરમતી આશ્રમની મુલાકાત લેશે, ત્યારબાદ સવારે ૧૦ વાગ્યે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેશે.
હિન્દુસ્તાનની આસ્થા અને સનાતન ધર્મના પ્રતીક એવા સોમનાથ મંદિર પર હુમલાના એક હજાર વર્ષ પૂરાં થવા નિમિત્તે ૮થી ૧૧જાન્યુઆરી દરમિયાન  ‘સોમનાથ સ્વાભિમાન પર્વ-એક અતૂટ આસ્થાના ૧૦૦૦ વર્ષ‘ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ સ્વાભિમાન પર્વમાં સામેલ થવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે સોમનાથ આવી રહ્યા છે. ૨૦૨૬માં આ ઐતિહાસિક પુનનિર્ર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થવાથી સોમનાથ સ્વાભિમાન પર્વને વિશેષ મહત્વ મળે છે. આથી સ્વાભિમાન પર્વમાં સામેલ થવા માટે વડાપ્રધાન મોદી આજે સાંજે ૫.૩૦ વાગ્યા બાદ સોમનાથ આવી પહોંચશે. વડાપ્રધાન સોમનાથ મંદિર ટ્રસ્ટના ચેરમેન હોવાના નાતે અહીં ટ્રસ્ટી મંડળ સાથે બેઠક યોજી રાત્રે ૮ વાગે મંત્ર જાપમાં સહભાગી થયા બાદ સોમનાથના ભવ્ય ઇતિહાસને પ્રસ્તુત કરતાં ડ્રોન શોને નિહાળશે. વડાપ્રધાન સોમનાથ ખાતે જ રાત્રિ રોકાણ કરશે. આવતીકાલ સવારે લગભગ ૯:૪૫ વાગ્યે વડાપ્રધાન શૌર્ય યાત્રામાં ભાગ લેશે. શૌર્ય યાત્રામાં ૧૦૮ અશ્વોની પ્રતીકાત્મક શોભાયાત્રાનો સમાવેશ થશે. વડાપ્રધાન સવારે આશરે ૧૦:૧૫ વાગ્યે સોમનાથ મંદિરમાં દર્શન અને પ્રાર્થના કરશે. ૧૧ વાગ્યે, વડાપ્રધાન સોમનાથ ખાતે એક જાહેર કાર્યક્રમમાં ભાગ લેશે અને જનતાને સંબોધિત કરશે.