ર૧મી ડિસેમ્બરે દ્વારકામાં શ્રીકૃષ્ણ જલા જપા દિક્ષા ૨.૦ હેઠળ સમુદ્રની અંદર આધ્યાત્મિક તિલક સ્વરૂપનો ફલોટીંગ લોગોની અદ્ભૂત રચના કરાશે

ર૧મી ડિસેમ્બરે દ્વારકામાં શ્રીકૃષ્ણ જલા જપા દિક્ષા ૨.૦ હેઠળ સમુદ્રની અંદર આધ્યાત્મિક તિલક સ્વરૂપનો ફલોટીંગ લોગોની અદ્ભૂત રચના કરાશે

(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા તા. ૪
સમુદ્રમાં ડૂબી ગયેલ વૈશ્વિક રાજધાની સ્વરૂપની દ્વારકા નગરીની મહત્તા ઉજાગર કરવાના વૈશ્વિક પ્રયાસરૂપે સાઉથ ઈન્ડિયાના રવિન્દ્રજીથ દ્વારા જય દ્વારકા કેમ્પેઈન ચલાવવામાં આવી રહયુ છે. 
જય દ્વારકા કેમ્પેઈનની ઓફીશીયલ વેબસાઈટ પરથી મળતી માહિતી અનુસાર ગત વર્ષે જલા જપા દિક્ષા કાર્યક્રમના સફળ આયોજન બાદ આ વર્ષે પણ આગામી ર૧મી ડિસેમ્બર, ર૦રપના રોજ દ્વારકાના બીચ વિસ્તારમાં શ્રીકૃષ્ણ જલા જપા દિક્ષા ૨.૦ અંતર્ગત સમુદ્રના જલપ્રવાહની અંદર સેંકડો તરવૈયાઓ દ્વારા શ્રીકૃષ્ણના મુખારવિંદ પર ચમકતા ગરૂડ સ્વરૂપના આધ્યાત્મિક તિલક સ્વરૂપનો ફલોટીંગ લોગોની રચના કરવાની નેમ છે.  આ કેમ્પેઈન સફળ થયે સમુદ્ર મધ્યે આધ્યાત્મિક તિલક સ્વરૂપનો ફલોટીંગ લોગો એક વિશિષ્ટ અને અલાયદી કૃતિ તરીકે વિશ્વફલક પર અંકિત થશે.