આવતીકાલથી રાષ્ટ્રપતિ દ્વૌપદી મૂર્મૂ ત્રણ દિવસનાં ગુજરાત પ્રવાસે રાજકોટ, સોમનાથ, સાસણ, દ્વારકા, અમદાવાદની મુલાકાત લેશે

રાષ્ટ્રપતિની મુલાકાત સબબ સાસણ જંગલ સફારી બે દિવસ બંધ રહેશે દ્વારકા મંદીરમાં પણ યાત્રીકો માટે દર્શન થોડો સમય બંધ રહેશે

આવતીકાલથી રાષ્ટ્રપતિ દ્વૌપદી મૂર્મૂ ત્રણ દિવસનાં ગુજરાત પ્રવાસે રાજકોટ, સોમનાથ, સાસણ, દ્વારકા, અમદાવાદની મુલાકાત લેશે
SugerMint

જુનાગઢ તા.૮
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ રાજકોટ-સાસણ- ગીર સોમનાથ- દ્વારકા બાદ અમદાવાદની મુલાકાતે જશે.  સાસણ અને રાજકોટ ખાતે રાત્રી રોકાણ કરશે. 
ગીર જંગલમાં સિંહ- કુદરતી સૌંદર્ય નીહાળી આદીવાસી પરિવારો સાથે મુલાકાત કરશે. સોમનાથ દાદા અને દ્વારીકાનગરી ખાતે આરતી પૂજન કરશે. ત્યાંથી અમદાવાદ ગુજરાત વિદ્યાપીઠ ખાતેના કાર્યક્રમમાં હાજરી આપી દિલ્હી જવા રવાના થશે. આજે સવારે હેલીકોપ્ટર દ્વારા સાસણ સુધી ચકકર લગાવવામાં આવ્યું હતું.  આવતીકાલે તા.૯/૧૦/૨૫ના બપોરના ૩ કલાકે દિલ્હીથી રવાના થઈ ૫ કલાકે રાજકોટ આવી પહોંચશે. ત્યાં સરકીટ હાઉસમાં રાત્રી રોકાણ કરશે. તા.૧૦-૧૦ના સવારે ૧૦-૩૦ કલાકે રાજકોટથી હેલીકોપ્ટર દ્વારા સોમનાથ પહોંચી ૧૨ કલાકની આરતી પૂજન કરી સોમનાથથી ત્રણ વાગ્યાની આસપાસ હેલીકોપ્ટરથી સાસણ પહોંચશે. બપોરના જંગલમાં જવા રવાના થશે, બે કલાક સફારી પૂર્ણ કર્યા બાદ અડધો કલાક ગીર આદીવાસીઓની મુલાકાત કરી ગીરની પરંપરાઓ વિષે માહિતી મેળવશે. સાસણ ખાતેરાત્રી રોકાણ કરી તા.૧૧ ઓકટોબરનાં રોજ દ્વારકા જવા રવાના થશે. દ્વારકા ખાતે બપોરની આરતી દર્શન કરશે, દ્વારકાનો કાર્યક્રમ પૂર્ણ કરી હેલીકોપ્ટર દ્વારા જામનગર ત્યાંથી પ્લેનમાં અમદાવાદ રવાના થશે. અમદાવાદમાં ૫ કલાકે ગુજરાત વિદ્યાપીઠના ૭૧માં પદવી સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી ત્યાંથી પરત દિલ્હી જવા રવાના થશે.
રાષ્ટ્રપતિની મુલાકાતને લઈને સાસણ જંગલ સકારી બે દિવસ બંધ રહેશે. ઉપરાંત સોમનાથ દ્વારકામાં રાષ્ટ્રપતિના આગમન સમયે સુરક્ષાને ધ્યાને લઈને યાત્રીકો માટે થોડીવાર દર્શન બંધ રહે તેવી શકયતાઓ પણ છે.