સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી ર૪ કલાક ભારે વરસાદની આગાહી
(બ્યુરો) ગાંધીનગર તા.ર
ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો પ્રેશર સિસ્ટમના કારણે વરસાદી માહોલ ચાલુ છે. ભારતીય હવામાન વિભાગ (ૈંસ્ડ્ઢ)એ આગામી ૪૮
કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી જારી કરી છે.
આજે યલ્લો એલર્ટ જારી
કરવામાં આવ્યું છે, જ્યારે અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે. માછીમારોને દરિયામાં નહીં જવાની સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, અત્યારે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાથી વરસાદી માહોલ સર્જાયો છે. આ સિસ્ટમને કારણે આગામી ૪૮ કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. આજે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જુનાગઢમાં પણ યલ્લો એલર્ટ રહેશે. ઉત્તર
અને દક્ષિણ ગુજરાતમાં વ્યાપક વરસાદ અને કચ્છ તથા
સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે.


