સોમનાથ મહાશિવરાત્રી પર્વે દર્શનાર્થી ભાવિકોને મિનરલ સ્વચ્છ જળમાં બનેલી ફરાળી વાનગી વિનામૂલ્યે પીરસશે
(પ્રતિનિધિ દ્વારા)
પ્રભાસ-પાટણ તા.ર
મહાશિવરાત્રી પાવન પર્વે હરિ ૐ સેવા મંડળ સોમનાથ આવેલા દર્શનર્થીઓને યત કિંચિત નિરપેક્ષ સેવા થઇ શકે તેવા શુભ ઉદેશથી છેલ્લા ૧૫ વર્ષથી અવિરત નિ:શુલ્ક ફ્લાહાર ભંડારો સોમનાથ ખાતે યોજતો રહે છે. આ અંગે વિગત આપતાં સેવા મંડળના નવનીત ભાઇ ઉપાધ્યાયે જણાવ્યું કે આ બધી ફરાળી વાનગી સ્વચ્છ મિનરલ પાણીમાં બનાવવામાં આવે છે. આ સેવા ૧૫ વર્ષથી અમારા મંડળના મુંબઈ, વેરાવળ, રાજકોટ સહિત સેવકો આમાં જોડાયેલા છે. પીરસનારી વાનગીઓમાં સૂકી ભાજી, ફરાળી ચેવડો, ટોપરાનો ડ્રાયફ્રુટ હલવો, તળેલા મરચા, છાસનો સમાવેશ થાઈ છે. ભંડારા પ્રારંભ પહેલા મંગળ દીપ પ્રાગટ્ય પ્રાર્થના નેવેદ અને સોમનાથ ધજારોહણ ફાળવેલા સમયે કરાઈ છે. આ સત સંકલ્પની પ્રેરણા મૂર્તિ સ્વયંભુ મહાદેવ છે.


