સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિ અંતર્ગત દેશભરમાં પદયાત્રા સહિતના કાર્યક્રમનું આયોજન

આ પહેલનો ઉદ્દેશ્ય યુવાનોમાં રાષ્ટ્રીય ગૌરવ વધારવો, સમાજ પ્રત્યેની જવાબદારી વધારવા અને એકતાની ભાવનાને મજબૂત બનાવવાનો છે

સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિ અંતર્ગત દેશભરમાં પદયાત્રા સહિતના કાર્યક્રમનું આયોજન
The Royal Heritage Tent Resort

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૧૫
ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમત-ગમત મંત્રાલયના માય ભારત દ્વારા વિકસિત ભારત પદયાત્રાનું રાષ્ટ્રીય સ્તરે આયોજન થઈ રહ્યું છે. આ પહેલનો ઉદ્દેશ્ય યુવાનોમાં રાષ્ટ્રીય ગૌરવ વધારવો, સમાજ પ્રત્યેની જવાબદારી વધારવા અને એકતાની ભાવનાને મજબૂત બનાવવાનો છે. આ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જન ભાગીદારીથી રાષ્ટ્ર નિર્માણની દ્રષ્ટિથી પ્રેરિત છે. આમાં યુવાનોથી લઈને વરિષ્ઠ નાગરિકો સુધી બધા મળીને દેશનો ઇતિહાસ યાદ કરે છે અને રાષ્ટ્ર નિર્માણમાં તેમની ભૂમિકા ભજવે છે. ખાસ કરીને અમૃત પેઢી એટલે કે આજના યુવાનોની ભૂમિકા પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
આ પહેલ હેઠળ ઓક્ટોબર- 2025ના રોજ મંત્રાલયે સરદાર@150 યુનિટી માર્ચ  શરૂ કર્યું છે. જે લોહ પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની 150મી જન્મ જયંતિને સમર્પિત છે. આ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમનો હેતુ યુવાનોમાં એકતા, દેશભક્તિ અને ફરજ ભાવનાને જાગૃત કરવાનો છે. સરદાર પટેલે જે રીતે છૂટાછવાયા વિસ્તારને ભારતમાં ભેળવીને એક રાષ્ટ્ર બનાવ્યું તે ભાવનાને આ પદયાત્રા આગળ વધારશે. આ અભિયાન દ્વારા યુવાનોને એક ભારત અને આર્ત્મનિભર ભારતના આદર્શને અપનાવવા માટે પ્રેરિત કરવામાં આવશે.કેન્દ્રીય યુવા કાર્યક્રમ અને રમત-ગમત મંત્રી ડો. મનસુખ માંડવીયાજીએ નવી દિલ્હી ખાતે આ અભિયાનની ડિજિટલ શરૂઆત કરી છે. આ તબક્કામાં સોશિયલ મીડિયા રીલ સ્પર્ધા, નિબંધ લેખન, ક્વિઝ અને સરદાર@150) યંગ લીડર્સ પ્રોગ્રામ સામેલ છે.

૧. જિલ્લા કક્ષાની પદ યાત્રાઓ (31 ઓક્ટોબર - 25 થી નવેમ્બર 2025)
આ કાર્યક્રમ તર્ગત તમામ જિલ્લાઓમાં ૩ દિવસ માટે 8-10 કિમી લાંબી માર્ચ રહેશે. પદયાત્રા પહેલા આરોગ્ય શિબિરો વ્યાખ્યાનો, ચર્ચાઓ અને નશા મુક્ત ભારતના શપથ જેવા કાર્યક્રમો યોજાશે, પદયાત્રા દરમિયાન સરદાર પટેલની પ્રતિમા/ચિત્ર પર શ્રધાંજલિ, આર્ત્મનિભર ભારત શપથ, સાંસ્કૃતિક કાર્યક્રમ અને પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ થશે. રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના યુવા પ્રધાનો, સાંસદો, સ્થાનિક વહીવટી તંત્ર, માય ભારત અને એનસીસી અધિકારીઓ આ યાત્રાઓનું નેતૃત્વ કરશે.

૨. રાષ્ટ્રીય પદયાત્રા(26 નવેમ્બર - 6 ડિસેમ્બર 2025)
કુલ 152 કિ.મી.ની પદયાત્રા કરમસદ (સરદાર પટેલના જન્મસ્થળ) થી એકતાની પ્રતિમા, (સ્ટેચ્યુ ઓફ યુનિટી) કેવડિયા સુધી લઈ જવામાં આવશે. રસ્તાના ગામોમાં સામાજિક વિકાસ કાર્યક્રમો યોજાશે. જેમાં માય ભારત, એનએસએસ અને યુવા નેતાઓ ભાગ લેશે. 150 જગ્યાની છાવણીઓ પર સરદાર પટેલના જીવન અને ભારતની વિવિધ સંસ્કૃતિની ઉજવણી કરવામાં આવશે. 150 યુવા નેતાઓ કેન્દ્રીય પ્રધાન સાથે કદમ થી કદમ મિલાવી પદયાત્રામાં ચાલશે. દરરોજ સાંજે સરદાર ગાથા યોજાશે, જેમાં સરદાર પટેલના જીવન અને યોગદાનની વાર્તાઓ કહેવામાં આવશે.
માય ભારત પોર્ટલની વેબસાઇટ પર નોંધણી અને પ્રવૃત્તિઓ થઈ રહી છે. દેશભરના યુવાનોને આ ઐતિહાસિક પહેલમાં જાેડાવા અને સક્રિય ભાગીદારી કરવા માટે શ્રી રમેશ આર. કપૂર, જિલ્લા યુવા અધિકારી(વર્ગ-1), માય ભારત બનાસકાંઠાએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.