જગત મંદિરે દ્વારકાધીશના દર્શને આવતા ભાવિકો માટે અવ્યવસ્થા : એસપી-જીલ્લા કલેકટર ધ્યાન દે એ જરૂરી
પૂનમના દ્વારકામાં ૫૬ સીડી પાસે ધક્કા મુકીના દ્રશ્યો સર્જાયા ભાવિકો થયા પરેશાન : દુરદુરથી આવતા શ્રદ્ધાળુઓ એક મિનીટ શાંતીથી દર્શન કરી નથી શકતા, ફરજ પરના પોલીસ કર્મચારીઓ ધક્કા મારી કાઢી મુકે છે : ભાવીકોમાં બુમ ઉઠી
(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા તા.ર
યાત્રાધામ દ્વારકામાં આજે પૂનમના દિવસે જગત મંદિરે શ્રી દ્વારકાધીશના દર્શનાર્થે વહેલી સવારે મંદિરના દ્વાર ખુલ્લે એ પહેલાથી જ મંગળા દર્શન કરવા મોક્ષ દ્વાર અને સ્વર્ગ દ્વાર ભાવિકોની ભારે ભીડ જામી હતી. જગત મંદિરે દર્શનાર્થીઓ માટે અવ્યવસ્થાના કારણે છપ્પન સીડી સ્વર્ગ દ્વાર પાસે વૂધ્ધો બાળકો મહિલાઓ ગિરદીમાં ફસાઈ જતા ધક્કા મુકીના દ્રશ્યો સર્જાયા હતા. અને કિકીયાટીના અવાજો ગુંજ્યા હતા. વાર તહેવાર પુનમ અમાસ કે અગિયારસ તેમજ શનિ રવિના દિવસો હોય ત્યારે યાત્રાધામ દ્વારકામાં જગત મંદિરે શ્રધ્ધાળુઓની ભિડ જોવા મલ્તી હોય છે. તે છતાં સંબંધિત તંત્ર દ્વારા શ્રધ્ધાળુઓ માટે શાંતિપૂર્ણ દર્શન અને વ્યવસ્થિત લાઇનોની વ્યવસ્થા ના કરાતા લોકો આક્રોશ વ્યક્ત કર્યો હતો. ભાવિકો આસ્થા સાથે ભગવાન શ્રી દ્વારકાધીશજીના દર્શનાથે આવતા હોય અવ્યવસ્થા હોવાથી વહિવટી તંત્ર ધ્યાન દેતું નથી. શ્રધ્ધાળુઓ માંડ માંડ ધક્કા મુકીમાંથી મંદિર અંદર પહોચે ત્યારે શ્રધ્ધાળુઓ એક મિનીટ પણ શાંતીથી દર્શન કરી શકતા નથી. ફરજ પર રહેલા પોલિસ કર્મીઓ ધક્કા મારી કાઠી મુકતા હોય છે. દુર દુરથી આવતા લોકોને દર્શન થઈ રહ્યા નથી. દ્વારકાધીશ મંદિર વ્યવસ્થા સમિતિના અધ્યક્ષ જીલ્લા કલેકટર ભાવિકોની લાગણીને ધ્યાનમાં લઇ જગત મંદિરે ભક્તોને શાંતીથી દર્શન કરી શકે સુંદર વ્યવસ્થા ગોઠવવા માંગ ઉઠી છે. જીલ્લા પોલીસ વડા ફરજ પર રહેલા પોલિસ કર્મીઓને દર્શનાર્થીઓને શાંતી દર્શન કરી શકે પોલીસ કર્મીની છબી ખરાબ ના થાય એ ધ્યાન દોરાવે જરૂરી છે.
કડકડતી ઠંડીમાં સંખ્યાબંધ શ્રધ્ધાળુઓએ ગોમતી સ્નાન કરી કાળિયા ઠાકોરને શિશ જુકાવી ધન્યતા અનુભવી. યાત્રાધામ દ્વારકામાં પૂનમના પાવન અવસરે વહેલી સવારથી ભાવિકોનો મોટો સમુદાય દ્વારકાતીર્થ યાત્રાએ આવી પહોંચેલ હતો. વહેલી સવારે કડકડતી ઠંડીમાં સંખ્યાબંધ શ્રધ્ધાળુઓ પવિત્ર ગોમતી સ્નાન કર્યું હતું. છપ્પનસિડી એ વહેલી સવારે શ્રીજી મંગલા દર્શન કરવા ભાવિકોની ખિચોખિચ ગીર્દી જોવા મલી હતી. પુનમ નિમીતે વારદાર પુજારીએ ઠાકોરજીને અલૌકિક શિંગાર કરાયો. ભાવિકો શ્રીજીના દર્શન કરી ભાવવિભોર બન્યા હતા.


