સોમનાથમાં યોજાયેલ પ્રજ્ઞાચક્ષુ રાજય ચેસ ટુર્નામેન્ટનું થયું સમાપન

સોમનાથમાં યોજાયેલ પ્રજ્ઞાચક્ષુ રાજય ચેસ ટુર્નામેન્ટનું થયું સમાપન

(પ્રતિનિધિ દ્વારા)
પ્રભાસ-પાટણ તા.8
સોમનાથ પ્રભાસ-પાટણ ખાતે યોજાયેલ સાતમી પ્રજ્ઞાચક્ષુ રાજયકક્ષાની ચેસ ટુર્નામેન્ટનું સોમનાથના સાગરદર્શન ઓડીટેરીયમ ખાતે સમાપન થયું હતું. ત્રણ દિવસ ચાલેલી આ બ્લાઈન્ડ રાજય ચેસ ટુર્નામેન્ટમાં 26 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ નંબરે ચેસ વોરીયર્સ 12 પોઈન્ટથી વિજેતા થઈ બીજા નંબરે જબરો ઘોડો જેને પણ 12 પોઈન્ટથી વિજેતા પદ મળ્યું હતું. જયારે ત્રીજા નંબરે ચરોતર ચેમ્પયન જે 11 પોઈન્ટથી વિજેતા બન્યું. સમારોહ અધ્યક્ષ વેરાવળ પાટણ નગરપાલિકા પ્રમુખ નરેશ ગોહેલે પ્રજ્ઞાચક્ષુઓની સિધ્ધીઓ જાણી રાજીપો વ્યકત કર્યો અને જણાવ્યું કે આપનામાં વિશીષ્ટ શક્તિઓ પડેલી જ છે. મારી રીતે જયારે આપને જરૂર પડયે ત્યારે હું મદદ માટે તત્પર રહીશ. પ્રમુખ નગરપાલિકા વેરાવળના હસ્તે તેમજ વેરાવળ-પાટણ સંયુકત નગરપાલિકા કારોબારી ચેરમેન ઉદય નવીનભાઈ શાહ, હરેશભાઈ, અંધજન મંડળના દાતાઓ તથા હોદેદારોના વરદ હસ્તે વિજેતાઓને શીલ્ડ એનાયત કરાયા અને અન્યોને પ્રોત્સાહક ઈનામો અપાયા હતા. કાર્યક્રમ પ્રારંભે શિવસ્તુતી નાની બાલીકા દ્વારા પ્રસ્તુત કરાઈ હતી.