પુરૂષોત્તમ માસ નિમિતે શ્રી કષ્ટભંનજનદેવ દાદાને જન્માષ્ટમી થીમ ઉપર મનોહર મોરપિચ્છનો દિવ્ય શણગાર

પુરૂષોત્તમ માસ નિમિતે શ્રી કષ્ટભંનજનદેવ દાદાને જન્માષ્ટમી થીમ ઉપર મનોહર મોરપિચ્છનો દિવ્ય શણગાર

(પ્રતિનિધિ દ્વારા)
સાળંગપુર તા.8
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુરધામ ખાતે પવિત્ર ‘અધિક જેઠ માસ’ એટલે કે ‘પુરૂષોત્તમ માસ’ અંતર્ગત જન્માષ્ટમી ઉત્સવ(વદ આઠમ) શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી પ્રેરણાથી તારીખ 8-6-2026, સોમવારના રોજ શ્રીકષ્ટભંનજનદેવ દાદાને મનોહર મોરપિચ્છનો જન્માષ્ટમી થીમ ઉપરનો દિવ્ય શણગારકરવામાં આવ્યો હતો. સવારે 5:45 કલાકે આરતી પૂજારી સ્વામી દ્વારા કારવમાં આવી હતી. ભગવાન શ્રીકૃષ્ણની બાળલીલા અને ગૌ-સેવા દર્શાવતી એક અત્યંત આકર્ષક અને જીવંત ઝાંખી તૈયાર કરવામાં આવી હતી, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. ગર્ભગૃહનમા મોરના પીંછા (મોરપિચ્છ)ની કલાત્મક પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે, શ્રીકૃષ્ણ વાંસળી વગાડતા અને ગાયોની વચ્ચે બિરાજમાન હોય તેવું આબેહૂબ દ્રશ્ય ખડું કરાયું છે. સફેદ ગાયો તેમજ વાછરડાઓની સુંદર મૂતિર્ઓ ગોઠવવામાં આવી છે. સાંજે 4 થી 7 કલાક દરમિયાન દાદાનું દિવ્ય રજોપચાર પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિરના પટાંગણમાં પવિત્ર અધિકમાસ નિમિત્તે પારિવારિક શાંતિ માટે શ્રી હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન તા.17 મે થી 15 જૂન  2026 સુધી  સવારે 9 થી 12 અને સાંજે 3 થી 6:30 દરમિયાન કરવામાં આવ્યું છે. દર્શનનો લાભ હરિભક્તોએ ધન્યતા અનુભવી હતી.