જૂનાગઢ હવેલી ગલી જલારામ બાપા મંદિરે પાટોત્સવની ઉજવણી જય જલારામનો નાદ ગુંજયો
આંબા મનોરથ અને અન્નકૂટ દર્શનમાં ભાવિકો ઉમટયા , સાંજે મહા આરતી
જૂનાગઢ તા. 8
જૂનાગઢમાં હવેલી ગલી ખાતે આવેલ સંત શિરોમણી જલારામ બાપા- વીરબાઇમાં મંદિરે પાટોત્સવની ઉજવણી નિમિત્તે આંબા મનોરથ અને અન્નકૂટના દર્શન યોજવામાં આવ્યા છે. સવારથી મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે પહોંચી રહ્યા છે. સાંજે જૂનાગઢ હવેલી ગલી વિસ્તારમાં આવેલ જલારામ બાપા વીરબાઇમાં મંદિરના પાટોત્સવની ઘામધમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રમુખ મહેન્દ્રભાઈ મશરૂના માર્ગદર્શન હેઠળ મંદિરે આંબા મનોરથ તથા અન્નકૂટ દર્શન અને પરષોતમ માસ નિમિત્તે ગીરીરાજજીના દર્શનાર્થે સવારથી જ મોટી સંખ્યામાં ભાવિકો પહોંચી રહ્યા છે. રાત્રે 8 વાગ્યા સુધી ભાવિકો દર્શન કરી શકશે. મનોરથી જમનાદાસભાઈ નાનાલાલ કારીયા અને ખુશાલભાઈ તન્ના તરફથી મનોરથ અન્નકૂટ દર્શન યોજાયા હતા. સાંજે મહાઆરતી થશે. મંદિરે ભુપેન્દ્રભાઈ મૂલીયા દ્વારા વાઘા પધરાવવામાં આવ્યા હતા. પરષોતમ માસ નિમિત્તે ગીરીરાજજીના દર્શન યોજાયા હતા. મંદિરે અંદાજીત 350 કિલો કેરીનો ભોગ ધરવામાં આવ્યો હતો. મંદિર પરીસરમાં જય જલારામના નાદનો ગુંજારવ થઈ રહ્યો છે.


