પોરબંદરમાં પ્યાસીઓના જીવ બળીને ખાખ રૂા.1,07,40,972 દારૂના જથ્થા પર રોલર ફર્યુ
ગોસા(ઘેડ) તા.8
પોરબંદર જિલ્લા પોલીસ સ્ટેશન હેઠળ પોરબંદર શહેર, ગ્રામ્ય અને રાણાવાવ ત્રણેય ડિવિઝનમાંથી પકડાયેલા મોટા પ્રમાણમાં દેશી તેમજ વિદેશી દારૂ પકડવામાં આવેલ હતો. આ પકડાયેલા દારૂના જથ્થાનું પોલીસ દ્વારા નામદાર કોર્ટમાંથી મંજુરી મેળવી સમયાંતરે તેનો નાશ કરવામાં આવે છે ત્યારે ગત તા.6-6-2026ના રોજ પોરબંદરના ઈન્દિરાનગરના દરિયા કિનારે 1 કરોડથી વધુ દેશી અને વિદેશી દારૂના જથ્થા ઉપર રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો છે. પોરબંદર જિલ્લામાંથી પકડાયેલા દેશી તેમજ વિદેશી દારૂના જથ્થાના નાશ કરવાની કાર્યવાહી દરમ્યાન પોરબંદર શહેર, પોરબંદર ગ્રામ્ય તથા રાણાવાવના તમામ પોલીસસ્ટેશનના અધિકારીઓ, મામલતદાર, નશાબંધી શાખાના અને આબકારી વિભાગના અધિકારીઓની ઉપસ્થિતમાં પોરબંદરના ઈન્દિરાનગરના દરિયા કાંઠે પોરબંદર જિલ્લામાંથી પકડાયેલા પ્રોહીબિશન અંતગર્ત દેશી તેમજ વિદેશી દારૂના જથ્થા ઉપર રોલર ફેરવી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. આ અંગે પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધીક્ષક સુરજીત મહેડુંનાઓએ આપેલ માહિત સબબ પોરબંદર જીલ્લા શહેર, ગ્રામ્ય તેમજ રાણાવવા પોલીસ સ્ટેશનના ત્રણેય ડિવિઝન વિસ્તારમાંથી પીડાયેલા પ્રોહીબિશનના કેસોમાં નામદાર કોર્ટના હુકમ મેળવી દેશી તથા વિદેશી દારૂના મુદ્દામાલનો નિકાલ કરવામાં આવ્યો હતો.


