ગિરનારી ગ્રુપ દ્વારા શક્તિ સ્વરૂપા બાળાઓનું પૂજન કરી નવરાત્રી મહોત્સવની ઉજવણી કરી
ગિરનારી ગ્રુપની સેવા ધન્ય છે : ડો.ધવલ ગોહેલ (ન્યુરોસર્જન, અગત્ય હોસ્પિટલ, જુનાગઢ)
જૂનાગઢ, તા. ૧૩
જૂનાગઢની સેવાભાવી સંસ્થા ગિરનારી ગ્રુપ દ્વારા નવરાત્રીના પ્રથમ નોરતે ઝાંઝરડા ચોકડી પાસે આવેલા જલારામ ભક્તિધામ મંદિર ખાતે ૧૧૧૧ થી લઈને ૧૭૦૦ જેટલી શક્તિ સ્વરૂપા બાળાઓનું પૂજન કરી નવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે માતાજીની સ્તુતિ, બાળાઓનું પૂજન-અર્ચન અને મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગિરનારી ગ્રુપના સમીર દત્તાણી તથા સંજય બુહેચાની સંયુક્ત અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, કાર્યક્રમનો પ્રારંભ માતાજીની સ્તુતિ સાથે કરવામાં આવ્યો હતો. આ ધાર્મિક પ્રસંગે ખાખી મઢીના સુખરામદાસ બાપુ, ખડીયા મહાકાળી ધામના મહાદેવભારતી બાપુ, જવાહર રોડ સ્વામિનારાયણ મંદિરના ડી. કે. કોઠારી સ્વામી, જલારામ ભક્તિધામના ટ્રસ્ટી પ્રો. પી. બી. ઉનડકટ, પ્રવીણભાઈ પોપટ, જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, ગિરનારી ગ્રુપના ટ્રસ્ટી જગદીશભાઈ દત્તાણી, દિનેશભાઈ રામાણી, વિપુલભાઈ બુદ્ધદેવ સહિતના અગ્રણીઓ અને ધર્મપ્રેમી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે દાતાઓના સહયોગથી ઉપસ્થિત ધર્મપ્રેમી જનતાની હાજરીમાં જગતજનની માં જગદંબાના સ્વરૂપ સમાન ૧૭૦૦ બાળાઓનું ભાવપૂર્વક પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. બાળાઓને ભોજનપ્રસાદ કરાવી ભેટસોગાદ અર્પણ કરવામાં આવી હતી. બાળાઓ પ્રત્યે આદર, શ્રદ્ધા અને સન્માનની ભાવના વ્યક્ત કરતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ સહભાગી બની ધન્યતા અનુભવી હતી. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ગિરનારી ગ્રુપના સભ્યશ્રીઓ દેવાંગભાઈ પંડ્યા, લલિતભાઈ ગેરિયા, કિરીટભાઈ તન્ના, કાનભાઈ ઘરસંડા, જયેશભાઈ ઘરસંડા, લક્ષ્મણભાઈ સેવરા, પિયુષભાઈ કાછડિયા, ભાવિનભાઈ મારુ, ચંદ્રકાંતભાઈ રાઈઠઠા, ભરતભાઈ સંપટ, મનીષભાઈ રાવલ, સમીરભાઈ ઉનડકટ, ભાવેશભાઈ સુતરીયા, મનોજભાઈ વાઢિયા, સંજયભાઈ સોલંકી, નેહલભાઈ પોપટ, કપિલભાઈ સેતા, જેનીલભાઈ રૂપારેલિયા, રામદેવભાઈ ખેર, મનીષભાઈ રાજા, હેમંતભાઈ નંદવાણી, દિલીપભાઈ દેવાણી, યજ્ઞદત્તભાઈ અઢિયા, ભાવિનભાઈ તન્ના, મોહનભાઈ ચુડાસમા, ચેતનાબેન તન્ના, આનંદીબેન રૂપારેલિયા, પ્રીતિબેન માળી, કોમલબેન અઢિયા, જીગ્નેશભાઈ ટીટીયા, પ્રો. અજય ટીંટા, પ્રતિકભાઈ ચંદારાણા, રાકેશભાઈ ગાધેર, કલ્પેશભાઈ જાદવ, વિપુલભાઈ કટારિયા, કમલભાઈ કાંબલિયા, સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી પોતાની સેવાઓ આપી હતી, તેમ અખબારી યાદીના અંતે જણાવાયું હતું.




