મિડીયાએ ધર્મેન્દ્રના મૃત્યુના ખોટા સમાચાર ફેલાવ્યા : હેમા માલિનીએ રોષ વ્યક્ત કર્યો
(એજન્સી) મુંબઈ તા.૧૧ :
દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર છેલ્લા એક અઠવાડિયાથી શ્વાસ લેવાની તકલીફ હોવાને કારણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેઓને ગઈકાલે વેન્ટિલેટર પર રખાયા હતા.
ગઈકાલે શાહરૂખ ખાન પુત્ર આર્યન સાથે, ગોવિંદા, સલમાન ખાન, અમીષા પટેલ સહિતના કલાકારો હોસ્પિટલ પર પહોંચ્યા હતા. બોબી, સન્ની સહિત સમગ્ર પરિવાર હાલ ધર્મેન્દ્ર સાથે હોસ્પિટલમાં છે. તેમની બે
પુત્રીઓ અમેરિકાથી ભારત આવવા રવાના થઈ ગઈ છે.
આજે સવારે મીડિયામાં તેમના મૃત્યુ થયાના અહેવાલ સામે આવ્યા હતા જે દેઓલ પરિવારની ટીમે જ ક્નફર્મ કર્યા હતા. જોકે તેઓ હાલ જીવીત છે અને તેમની તબિયત સ્થિર છે તેવું તેમની પુત્રી ઈશા અને બાદમાં પત્ની હેમા માલિની દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે.


