આતંકવાદીઓએ અમદાવાદમાં પણ રેકી કરી હોવાનો ઘટસ્ફોટ

આતંકવાદીઓએ અમદાવાદમાં પણ રેકી કરી હોવાનો ઘટસ્ફોટ

(બ્યુરો)          અમદાવાદ તા.૧૧
ગુજરાત છ્જીએ ઝડપેલા ૩ આતંકવાદીની પૂછપરછમાં મોટા ઘટસ્ફોટ થયા છે. આતંકવાદીઓએ અમદાવાદના નરોડામાં ફ્રૂટ્સ માર્કેટ આજુબાજુના વિસ્તારની રેકી કરી હતી. આ ઉપરાંત મુખ્ય ટાર્ગેટ લખનૌનું ઇજીજી મુખ્ય કાર્યાલય હતું, એની પણ રેકી કરવામાં આવી હતી. તેમણે દિલ્હીના આઝાદ મેદાન આજુબાજુના વિસ્તારોની પણ રેકી કરી એના ફોટા અને વીડિયો પણ કેપ્ચર કર્યા હતા. આ અંગે હાલ છ્જીની ટીમ તપાસ કરી રહી છે.
છ્જીના ડ્ઢઅજીઁ શંકર ચૌધરી અને કે. કે. પટેલને બાતમી મળી હતી કે હૈદરાબાદથી એક આતંકવાદી અમદાવાદમાં હથિયારો કલેક્ટ કરવા આવ્યો છે, જેથી ટીમ કામે લાગી હતી અને અડાલજ ટોલનાકા પાસેથી પ્લાન બનાવી ગાંધીનગર પોલીસની મદદથી હૈદરાબાદથી આવેલા આતંકવાદી ડો. એહમદ મોહ્યુદ્દીન સૈયદને ઝડપી લીધો હતો. તેની ગાડીમાંથી ત્રણ વિદેશી ઓટોમેટિક ગન અને ૩૦ કારતૂસ મળી હતી. તેને હથિયાર આપવા માટે આવેલા ઉત્તરપ્રદેશના બે આતંકવાદી સુહેલ અને આઝાદ સુલેમાનને પણ પોલીસે પાલનપુરથી ઝડપી લીધા હતા. હાલ તમામ આતંકવાદીઓની છ્જી પૂછપરછ કરી રહી છે.