આવતીકાલે દેશવ્યાપી બેંક હડતાલ
(એજન્સી) નવી દિલ્હી તા.૧૧
દેશભરમાં આવતીકાલે ૧૨ ફેબ્રુઆરીએ તમામ બેંક કર્મચારીઓ હડતાળ પર રહેશે. દેશના મોટા બેંક સંગઠનો ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન (છૈંમ્ઈછ), ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ એસોસિએશન (છૈંમ્ર્ંછ) અને બેંક એમ્પ્લોઈઝ ફેડરેશન ઓફ ઈન્ડિયા (મ્ઈહ્લૈં) એ આવતીકાલે હડતાળની જાહેરાત કરી છે.
હડતાળના કારણે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (જીમ્ૈં) એ ગ્રાહકોને જાણ કરી છે કે ૧૨ ફેબ્રુઆરીએ હડતાળના કારણે બેંકિંગ સેવાઓ પ્રભાવિત થઈ શકે છે. જીમ્ૈં ઉપરાંત, ૈંડ્ઢમ્ૈં બેંકને પણ યુનિયન તરફથી હડતાળની નોટિસ મળી છે.
જોકે, ઇમ્ૈં કે અન્ય બેંકોએ આ દિવસે રજા જાહેર કરી નથી, પરંતુ કર્મચારીઓના હડતાળમાં જોડાવાથી શાખાઓના કામકાજ પર અસર પડશે.
હડતાળનું મુખ્ય કારણ કેન્દ્ર સરકારના ૪ નવા લેબર કોડ છે. યુનિયનોનું કહેવું છે કે આ કોડ ૨૯ જૂના શ્રમ કાયદાઓનું સ્થાન લેશે, જેનાથી કર્મચારીઓના અધિકારોમાં ઘટાડો થશે અને ટ્રેડ યુનિયનોનું રજીસ્ટ્રેશન કરાવવું મુશ્કેલ બનશે.


