એસબીઆઈ લોન-છેતરપીંડી કેસમાં અનિલ અંબાણી વિરૂધ્ધ સીબીઆઈએ એફઆઈઆર નોંધાવી

એસબીઆઈ લોન-છેતરપીંડી કેસમાં અનિલ અંબાણી વિરૂધ્ધ સીબીઆઈએ એફઆઈઆર નોંધાવી

(એજન્સી)            મુંબઈ, તા.૫:
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના લોન છેતરપિંડી કેસમાં સીબીઆઈએ અનિલ અંબાણીની મુસીબતમાં વધારો કર્યો છે. સીબીઆઇએ અનિલ અંબાણી અને તેમની કંપની વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની ફરિયાદ બાદ સીબીઆઇ એ રિલાયન્સ કોમ્યુનિકેશન લિમિટેડ તેના ડિરેક્ટર અનિલ ડી. અંબાણી અને અન્ય લોકો સામે તપાસ શરૂ કરી છે. આ કેસમાં ૨,૯૨૯ કરોડ રુપિયાના કથિત લોન ડિફોલ્ટ નો સમાવેશ થાય છે. સીબીઆઈએ જણાવ્યું છે કે, ૨,૯૨૯ કરોડ રુપિયા આંતર-કંપની લોન વ્યવહારો હતા. બેંકનો દાવો છે કે, આ મંજૂર ભંડોળનો દુરુપયોગ કરવા અને અપ્રમાણિક ઈરાદાથી બેંકના વિશ્વાસનો ભંગ કરવા માટે કંપનીના હિસાબોમાં છેડછાડ કરવામાં આવી હતી.