પુરગ્રસ્ત પંજાબમાં બચાવ કામગીરી માટે સૈન્ય બોલાવાયું

પુરગ્રસ્ત પંજાબમાં બચાવ કામગીરી માટે સૈન્ય બોલાવાયું

પંજાબના ર૩ જીલ્લાના ૧૬પપ ગામ પાણીમાં ડુબ્યા  ૪ લાખથી વધુ લોકો પ્રભાવિત : મૃત્યુઆંક ૪૩
(એજન્સી)          ચંદીગઢ તા.૦૫
પંજાબમાં પૂરથી મૃત્યુઆંક વધીને ૪૩ થયો છે. રાજ્યના ૨૩ જિલ્લાઓના ૧,૬૫૫ ગામોમાં ૪ લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. ૧.૭૧ લાખ હેક્ટર જમીન પરનો પાક નાશ પામ્યો છે. પંજાબમાં રાહત અને બચાવ કામગીરી માટે સૈન્ય બોલાવવામાં આવ્યું છે.
સતત પડી રહેલા ભારે વરસાદે પહાડી રાજ્યોથી લઈને મેદાની વિસ્તારો સુધી વિનાશ મચાવ્યો છે. દિલ્હી-દ્ગઝ્રઇમાં સતત વરસાદને કારણે યમુના નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. જેના કારણે ઘણા વિસ્તારોમાં પૂર આવ્યું છે. નોઈડા સેક્ટર-૧૩૫ના ગામડાઓ ડૂબી ગયા છે. આ વિસ્તારમાં ૩ થી ૪ ફૂટ પાણીથી ભરાઈ ગયા છે.
હરિયાણાના પંચકુલા, હિસાર, રોહતક અને ઝજ્જરમાં બધી શાળાઓ બંધ છે. ફતેહાબાદ, કુરુક્ષેત્ર, યમુનાનગર અને ફરીદાબાદમાં પણ કેટલીક શાળાઓ બંધ કરવામાં આવી છે. ગુરુગ્રામની સિગ્નેચર ગ્લોબલ સલોરા સોસાયટીમાં ગુરુવારે પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે મહિલાઓ અને બાળકો તેમના ઘરોમાં ફસાયા હતા.
રાજસ્થાનના અજમેરમાં ગત રાત્રે ભારે વરસાદ બાદ 
બોરાજ તળાવની દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી. જેના કારણે ૧૦૦૦થી વધુ ઘરોમાં અચાનક પાણી ભરાઈ ગયા.