રાજુ કરપડાનું ‘આપ’માંથી રાજીનામું ભાજપમાં જાેડાવાની શકયતા

રાજુ કરપડાનું ‘આપ’માંથી રાજીનામું ભાજપમાં જાેડાવાની શકયતા

વિસાવદર તા. ૧૧
આમ આદમી પાર્ટીના ખેડૂત સંગઠનના પ્રદેશ પ્રમુખ રાજુ કરપડાએ પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમના આ ર્નિણયથી પાર્ટી સંગઠનમાં ચર્ચા અને અટકળોનું બજાર ગરમાયું છે. મળતી માહિતી મુજબ, રાજુ કરપડાએ પોતાનું રાજીનામું પાર્ટીના ઉચ્ચ નેતૃત્વને સોંપ્યું છે. રાજીનામાના કારણોને લઈને સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી, પરંતુ આંતરિક મતભેદો અને સંગઠનાત્મક મુદ્દાઓને કારણે રાજીનામુ આપ્યું હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે.
આ રાજીનામા અંગે રાજકીય સૂત્રોએ જણાવ્યું કે, રાજુ કરપડા ગોપાલ ઇટાલિયાથી ભારોભાર નારાજ હતા. ૪ મહિનાના જેલવાસ દરમિયાન તેને કોઈ મદદ નથી કે નથી તો તેની સાથે મુલાકાત કરી. જ્યારે ગોપાલ ઇટાલિયા વિસાવદરથી વિધાનસભા ચૂંટણી લડતા હતા ત્યારે દોઢ મહિના સુધી રાજુ કરપડાએ ચૂંટણી જીતાડવા મહેનત કરી હતી. પરંતુ કપરાસમયમાં ઇટાલિયાએ મદદ ન કરતા અંતે રાજીનામું ધરી દીધું છે.
રાજુ કરપડા લાંબા સમયથી ખેડૂત મુદ્દાઓ પર સક્રિય રહ્યા છે અને રાજ્યભરમાં ખેડૂત આંદોલનો અને કાર્યક્રમોમાં અગત્યની ભૂમિકા ભજવી હતી. તેમના અચાનક રાજીનામાથી છછઁના ખેડૂત સંગઠનને અસર થવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે. હાલ પાર્ટી તરફથી તેમના રાજીનામા અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પડાયું નથી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં જાેડાઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેલમાંથી બહાર આવ્યા બાદ રાજુ કરપડાએ જણાવ્યું હતું કે, તેઓ આગામી સમયમાં ખેડૂતોના હિત માટે વધુ મક્કમતાથી લડત આપશે. તેમણે ખાસ કરીને ખેડૂતોના વીજ લાઇન, પાણી અને અન્ય મૂળભૂત પ્રશ્નોને લઈને ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી આપી હતી. જામીન પર મુક્ત થયા બાદ રાજુ કરપડાએ જેલવાસ દરમિયાન તેમના પરિવારને સહયોગ આપનાર તમામ ખેડૂતો અને સમર્થકોનો આભાર વ્યક્ત કર્યો હતો.