જીએસટી ઘટાડાથી સિમિત પરિવારને રૂા.૪૦,૦૦૦ની બચત થશે
જીએસટી ઘટાડાનો લાભ ગ્રાહકોને નહીં આપનાર સામે પગલા ભરાશે : કેન્દ્ર સરકારે ચેતવણી આપી
(એજન્સી) નવી દિલ્હી તા.૦૫ :
જીએસટી-રીફોર્મ પાર્ટ-૨માં ૪૦૦થી વધુ આઈટમો પર સરકારે શૂન્યથી પાંચ ટકા સુધીનો જીએસટી જાહેર કરીને તા.૨૨થી અમલની ડેડલાઈન પણ આપી દીધી છે તથા તેના કારણે વહેલો ફેસ્ટીવલ મૂડ પણ બનવા લાગ્યો છે. સરકારે આમ પરિવારને હાલના ખર્ચમાં રાહત અને નવી ખરીદીમાં બચત એમ બેવડી રીતે લાભ આપવાની જે તૈયારી કરી છે તેના કારણે એક સીમીત પરિવારને વર્ષે રૂા.૪૦૦૦૦ની બચત થશે તેવો અંદાજ છે.
અગાઉના ૧૨ ટકાના સ્લેબથી ૩૦૦ જેટલી ચીજો ૫% અને ૩૩નો ઝીરો સ્લેબમાં આવી છે તથા પરિવાર નવો કે હાલના જીવન-આરોગ્ય વિમામાં પ્રિમીયમ ખર્ચ કરે કે પછી નાની કાર લેવાનું બજેટ બનાવે અથવા તો આરોગ્ય માટે જીવન રક્ષક દવાઓ પાછળ ખર્ચ કરે નવા જૂતા કે કપડા ખરીદે એટલું જ નહી દૈનિક જીવનમાં જે સાબુ-શેમ્પુ-પાઉડરથી કિચન બજેટમાં પણ ફાયદો થશે.
શિક્ષણના પ્રાથમીક ખર્ચમાં પણ રાહત આપી છે. સરકારનો એક તર્ક છે કે અમેરિકી ટેરિફથી જે વ્યાપક અસર નિકાસ-
ઉત્પાદન-રોજગાર પર થઈ
શકે છે અને તેના કારણે લોકોની આવક પર અસર થશે તો તેમાં પણ આ રેટકટ રાહત આપશે તેવું સરકાર માને છે પણ તેની સાથોસાથ ઈન્ડસ્ટ્રી પુરો રેટ કટ લાભ ગ્રાહકોને
આપશે કે પછી થોડો પોતાનો નફો વધારવામાં પણ કરશે ? તેવો પ્રશ્ન પણ પુછાવા લાગ્યો છે.


