પહેલગામ હુમલામાં આતંકવાદીઓને મદદ કરનાર એક શખ્સની કરાઈ અટકાયત.
પહેલગામ હુમલામાં આતંકીઓને મદદ કરનાર અને લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા મોહમ્મદ યુસુફ કટારિયા નામના શખ્સની ધરપકડ કરી છે. ઓપરેશન મહાદેવમાં માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી મળેલા હથિયાર અને અન્ય સામગ્રીઓને આધારે પોલીસ તપાસ આદરીને મોહમ્મદ યુસુફ કટારિયા સુધી પહોચી હતી.


