આસામનાં મુખ્યમંત્રી હિમંતા બિસ્વાએ સોમનાથ મહાદેવનાં દર્શન કરી ધન્યતા અનુભવી
(રાકેશ પરડવા દ્વારા)
ગીર સોમનાથ તા. ર૭
આસામનાં પ્રથમ બિન કોંગ્રેસી મુખ્યમંત્રી હિમંતા બસ્વા સોમનાથ મહાદેવનાં દર્શનાર્થે આજે આવી પહોંચ્યા હતાં. દિવથી હેલીકોપ્ટર મારફત સોમનાથ ખાતે તેઓ આવ્યા હતાં.
સોમનાથ હેલીપેડ ખાતે સાંસદ રાજેશ ચુડાસમા, માનસીંગ પરમાર, કલેકટર જીતેન્દ્રસિંહ વાઘેલા સહીત અધિકારીઓએ અને પદાધિકારીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જયારે સોમનાથ મંદિર ખાતે મંદિર ટ્રસ્ટ દ્વારા સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું. સોમનાથ મહાદેવને જળાભિષેક, સોમેશ્વર પુજા કરી ધન્યતા અનુભવી હતી.



