પ્રભાવ ચેરીટેબલ ટ્રસ્ટ ચેતનાબેન મિશ્રાણી દ્વારા રઘુવંશી સમાજના લગ્નોત્સુક યુવક-યુવતી પરિચય, પુસ્તિકા વિમોચન, વીરબાઈ અન્નક્ષેત્ર તથા રઘુવંશી સખી સહિયર જયુબેલી ઉત્સવ ૨૦૨૫નું ભવ્ય આયોજન

પ્રભાવ ચેરીટેબલ ટ્રસ્ટ ચેતનાબેન મિશ્રાણી દ્વારા રઘુવંશી સમાજના લગ્નોત્સુક યુવક-યુવતી પરિચય, પુસ્તિકા વિમોચન, વીરબાઈ અન્નક્ષેત્ર તથા રઘુવંશી સખી સહિયર જયુબેલી ઉત્સવ ૨૦૨૫નું ભવ્ય આયોજન

તા.૭-૯-૨૦૨૫ને રવિવારે બપોર ૨:૩૦થી સાંજે ૯ વાગ્યા સુધી ત્રિવેણી સંગમ રૂપ કાર્યક્રમ યોજાયેલ હતો. પરિચય પુસ્તિકા વિમોચન ગામોગાથી પધારેલા મહાજનો પ્રમુખો, મહિલા મંડળના પ્રમુખો, સમાજ શ્રેષ્ઠિઓઓના હસ્તે કરવામાં આવેલ હતું. જેમાં ૧૫૭ યુવતીઓ તથા ૪૩૭ યુવકોના બાયોડેટા ઉપલબ્ધ છે. જૂનાગઢ લોકલ નં.૮૦ થી ૯૦ ઉમેદવારોએ આ કાર્યક્રમમાં હાજરી આપી પોતાનો પરિચય આપેલ હતા. દરેક આગેવાનોને પરિચય પુસ્તિકા ભેટ આપવામાં આવેલ હતી. જેમાં ગામો ગામ વેવિશાળ માહિતી કેન્દ્ર ચલાવતા સેવાભાવી સંચાલકોએ હાજરી આપી હતી. દરેક લોકોએ ચેતનાબેન મિશ્રાણી પરિવારનું ભાવભર્યું સન્માન કરેલ હતું. તેઓની વર્ષોથી થતી સેવાઓને બિરદાવેલ. માનુષી રાજાએ કુમકુમ તિલક તેમજ જલારામ બાપાના યંત્ર આપી મહેમાનોનું સ્વાગત કર્યું હતું. મોરબી મિત્ર મંડળના મહેશભાઈ રાજા, વિનુભાઈ ચગ, જૂનાગઢના પ્રદીપભાઈ ખીમાણી, પરેશભાઈ રૂપારેલીયા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા, જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ હેમાબેન રૂપારેલીયા, પ્રો. પી.બી. ઉનડકટ, શૈલેષભાઈ પારેખ, જગડુશા નાગ્રેચા(સૌરાષ્ટ્ર ભૂમિ), રાજેશભાઈ ભોજાણી, શૈલેષભાઈ પારેખ(તંત્રી આજકાલ), જે.બી.તન્ના, યતીનભાઈ કારીયા, કિશોરભાઈ રૂપારેલીયા, ગીરીશભાઈ ઉનડકટ, ગોરધનભાઈ વિઠલાણી, અનુભાઈ ભીમજીયાણી, કુકાવાવ તથા અમરેલીથી લોહાણા મહાજનના બીપીનભાઈ વસાણી, નટવરલાલભાઈ અટાળા, જામજાેધપુરથી મહેન્દ્ર સાવજીયાણી, લલીતભાઈ હિંડોચા, તાલાળા મહાજન પ્રમુખ યોગેશભાઈ ઉનડકટ તથા નીતિનભાઈ ચગ, પોરબંદર નિલેશભાઈ તથા મહેન્દ્રભાઈ કોટેચા ગ્રુપ, માળીયાહાટીનાથી ચંદનબેન અભાણી, ભુપેન્દ્રભાઈ અભાણી, ધારીથી પ્રકાશભાઈ પોપટ, ગોંડલથી વિનોદભાઈ રાજા, સુરેશભાઈ કોટેચા, ઉના લો.મ. પ્રમુખ ભવ્ય પોપટ તથા કિરણબેન, મીઠાપુરથી ધનજીભાઈ ભાયાણી, સુરેન્દ્રનગરથી નરેન્દ્રભાઈ પુજારા, રાજકોટથી મહેશભાઈ કોટક, પંકજભાઈ જાેબનપુત્રા, નિલેશભાઈ કોટેચા, ચોટીલાથી હરેશભાઈ કોટક, કેશોદથી જયેશભાઈ ગોટેચા, નયનાબેન બોરીયા જલારામ મંદિર-જૂનાગઢ, મીનાબેન પરપડા તથા શિલ્પાબેન ચાગલાણી, રઘુવંશી સખી સહિયાર વૃંદના સક્રિય સભ્યોએ હાજરી આપેલ હતી. દર ગુરૂવારનો કાર્યક્રમ આબેહૂબ કૃતિ જિજ્ઞાસાબેન ઠકરાર શિશુ સિંચન દ્વારા રજુ કરેલ. ચેતનાબેન મિશ્રાણીએ બાળકોને પ્રોત્સાહિત કરેલ. "હમ હોગે કામયાબ" દરેક બહેનોએ ખૂબ જ સરસ પરફોર્મન્સ આપેલ. આ તકે મોરબીમાં રહેતા  રામ નામ ભજી લ્યો એવા પ.પૂ. જમનાદાસભાઈ હીરાણીને યાદ કરેલ. આ કાર્યક્રમના મુખ્ય દાતા મુકેશભાઈ નથવાણી, પરેશભાઈ વિઠલાણીને યાદ કરેલા. આ કાર્યક્રમના પ્રોજેક્ટ ડાયરેક્ટર વૃંદાવનભાઈ ચંદારાણા રહેલા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રતિકભાઇ, શ્વેતાબેન, સ્વાતિબેન તથા ભાવિકભાઈ મિશ્રાણી, કનકબેન રૂપારેલીયા, કિશોરભાઈ રૂપારેલીયા વગેરેએ જહેમત ઉઠાવેલ હતી.