ગુજરાત ભાડા વિધેયકના વિરોધમાં જૂનાગઢમાં વકીલો દ્વારા રેલી યોજાઈ
જૂનાગઢ તા. ૬
તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા ગુજરાત ભાડા વિધેયક ર૦ર૬ સામે સમગ્ર રાજયનાં વકીલોમાં ભારે અસંતોષ ઉઠવા પામ્યો છે. આ વિધેયકનાં વિરોધમાં સમગ્ર રાજયની કોર્ટમાં ગઈકાલ તા. પ ઓકટોબર સોમવારથી વકીલોની અચોકકસ મુદતની હડતાલ યોજવામાં આવી હતી. જયારે આજે ભાડા વિધેયકનાં વિરોધમાં વકીલો દ્વારા રેલી યોજવામાં આવી હતી.


