જૂનાગઢમાં પક્ષીઓ માટે પાણી અને ચણ માટેના કુંડા અને ચકલીના માળાનું વિનામુલ્યે વિતરણ કરાયું

જૂનાગઢમાં પક્ષીઓ માટે પાણી અને ચણ માટેના કુંડા અને ચકલીના માળાનું વિનામુલ્યે વિતરણ કરાયું

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૬
જૂનાગઢમાં ચોથી વખત ઉનાળાની કાળઝાળ ગરમીમાં અબોલ પક્ષીઓ માટે પાણી અને ચણ માટેના કુંડા અને ચકલીના માળાનું વિનામુલ્યે વિતરણ કરાયું હતું. માનવ સેવા એજ પ્રભુ સેવાનાં સુત્રને સાર્થક કરતી સંસ્થા શ્રી જૂનાગઢ ખોડીયાર ગૃપ યુવક મંડળ ટ્રસ્ટ - જૂનાગઢ દ્વારા આયોજીત ચોથી વખત તા.૫-૪-૨૦૨૬ને રવિવારના રોજ આઝાદ ચોક - જૂનાગઢ ખાતે અબોલ પક્ષીઓ માટે પાણી અને ચણ માટેનાં કુંડા તેમજ નિસર્ગ નેચર કલબ - જૂનાગઢનાં સહયોગથી ચકલીનાં માળાનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવેલ હતું. આ કુંડા વિતરણમાં તમામ નાગરીકોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. આ સેવાકીય કાર્યમાં મુખ્ય મહેમાન તરીકે જૂનાગઢનાં મહિલા સામાજીક કાર્યકર તન્વીબેન વૈષ્નવ અને સામાજીક આગેવાનોમાં અરવિંદભાઈ મારડીયા, જયશ્રીબેન ગાલોરીયા, સીમાબેન મકવાણા, મઘુબેન વાઢીયા, રમીલાબેન ઘુચલા, દેવીબેન દવે, રેખાબેન સ્વાદીયા, મિતલબેન રાડા, રોશનીબેન ઘુચલા વગેરે ખાસ સહભાગી થયાં હતા. આ સેવાકીય કાર્યમાં તમામ ઉપસ્થિત મહેમાનોએ સંસ્થાની કામગીરી બિરદાવી હતી. આ સેવાકીય કાર્યને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ નરેન્દ્રભાઈ ઘુચલાએ ભારે જહેમત ઉઠાવી હતી.