જૂનાગઢ જિલ્લા જમીયત ઉલમા-એ-હિન્દ દ્વારા માંગરોળમાં ઐતિહાસિક સંમેલન યોજાયું
(પ્રતિનિધિ દ્વારા)
માંગરોળ તા.૬
જૂનાગઢ જિલ્લા જમીયત ઉલમા-એ-હિન્દ દ્વારા માંગરોળમાં જમીયતનું ઐતિહાસિક સંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમમાં સામાજિક એકતા, શિક્ષણ અને નૈતિક મૂલ્યોના સંવર્ધન પર ભાર મૂકવામાં આવ્યો હતો. શહેરના કામનાથ રોડ, માંગરોળ રેસિડેન્સી મેદાનમાં, માંગરોળ તેમજ જૂનાગઢ જિલ્લા સહિત ગુજરાતભરના વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં માનવમહેરામણ ઉમટી પડયું હતું. જમીયત ઉલ્મા-એ-હિન્દના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના સૈયદ મહમૂદ અસ’અદ મદની સાહેબે મુસ્લિમ સમાજના ઉદ્ધાર માટે યુવાનોને પોતાની જીવનશૈલી બદલવાનું અહવાન કરતા જણાવ્યું હતું કે, કૌમની તકદીર યુવાનોના હાથથી જ બદલાશે. યુવાનો બદલાશે તો યુગ બદલાશે. જો યુવાનો ઉજાગર ના થયા તો આપણાને બીજા કચડીને ચાલ્યા જાશે. માતા-પિતાની સેવા અને વડીલોનું સન્માન એ જ સાચો ધર્મ છે. તમારા માતા-પિતાના મુખમાં પ્રેમથી કોળિયો આપો અને તેમના કામમાં હાથ બટાવો. તેમણે આદર્શ માનવી અને આદર્શ જીવનશૈલી પર વિશેષ ભાર મૂક્યો હતો. મૌલાના મદનીએ આધુનિક યુગમાં મોબાઈલ અને સોશિયલ મીડિયાના અતિરેકને ‘વ્યસન‘ ગણાવી, યુવાનોને તેનાથી બચીને રચનાત્મક કાર્યોમાં સમય ફાળવવા ટકોર કરી હતી. મને ઘણી બધી જઝબાતી વાતો કરવા આવડે છે કે જેનાથી લોકો ખુશ થઈ જાય. જઝબાતી વાતો જ્યાં જરૂરત હોય ત્યારે થવી જોઈએ. જઝબાતની જરૂરીયાત જરૂર હોય છે, પરંતુ જઝબાતી વાતને નશાની જેમ ઉપયોગ કરવામાં આવે તો તે ફાયદાને બદલે નુકશાનકારક સાબિત થાય છે. જમીયત ઉલમા-એ-હિંદના જનરલ સેક્રેટરી મૌલાના હકીમુદ્દીન કાસમીએ જમીયતની સેવાકીય પ્રવૃત્તિઓનો ચિતાર આપતા કહ્યું હતું કે, જમીયત ઉલમા-એ-હિંદ એક પહેરેદાર જમાત છે. જે પોલીસ સ્ટેશનથી લઈને પાર્લામેન્ટ સુધી પિડીતોના હકની લડત ચલાવે છે. તેમણે બાળકોના નૈતિક ઘડતર માટે મકતબ (પ્રાથમિક ઈસ્લામીક શિક્ષણ) ને અનિવાર્ય ગણાવ્યું હતું. તેમણે જમિયત ઉલમા-જૂનાગઢ જીલ્લા નવનિયુક્ત હોદ્દેદારો મૌલાના ઈકબાલ, યુસુફભાઈ તેમના તમામ એક્ટિવ મેમ્બરોની કામગીરીને બિરદાવી હતી. ડોક્ટર મુફ્તી સાજિદ ફલાહીએ નેતૃત્વ અને વ્યવસ્થાપન પર વાત કરતા જણાવ્યું કે, ટીમ વર્કમાં ‘હું‘ ને કોઈ સ્થાન નથી. જો આપણે સફળ થવું હોય તો અહંકાર અને એકબીજાની ભૂલોને નજરઅંદાજ કરી સંગઠિત થઈને કામ કરવું પડશે. તેમણે ૨૪ કલાકના સમયને આઠ-આઠ કલાકના ત્રણ ભાગમાં વહેંચીને જીવનને શિસ્તબદ્ધ બનાવવાની ટેકનિક સમજાવી હતી. ગુજરાત જમીયત ઉલમા-એ-હિંદના જનરલ સેક્રેટરી પ્રોફેસર ડો. નિસાર અહેમદ અંસારીએ જમીયતનો ભવ્ય ઈતિહાસ યાદ અપાવતા કહ્યું હતું કે, યુવાનોને જમીયતનો ઈતિહાસ ખબર ના હોય તો એ અફસોસજનક છે. જમીયત ઉલમા-એ-હિંદે દેશની આઝાદી અને કોમી એકતા માટે બલિદાન આપ્યા છે. અને આજે એક સદીથી પીડિતોના હક માટે લડે છે. આપણી નવી પેઢીએ આ ઈતિહાસ જાણીને દેશના વિકાસમાં સહભાગી થવું જોઈએ. જમીયત ઉલમા જૂનાગઢ જિલ્લાના આ ભવ્ય પ્રોગ્રામમાં હાજી મુશ્તાકભાઈ સારોકા ટ્રાન્સપોર્ટવાળા, મૌલાના અબુલ હસન પાલનપુરી અને તેમની ટીમ, મૌલાના હુસૈન મીફતાહી, માંગરોળ શહેર ખદીબ મુફ્તી અબ્દુલ્લાહ પટની, મૌલાના મુહમ્મદ કરૂડ મઝાહીરી, મૌલાના આહમદ બિચારા, મૌલાના સાદીક દેવલા, કારી અ.હસીબ, ધી માંગરોળ બયતુલમાલ ફંડના પ્રમુખ હાજી હનીફ પટેલ અને જનરલ સેક્રેટરી હાફિઝ આહમદ હાજીઅબા, માંગરોળ ઘાંચી સમાજના પ્રમુખ મોહમ્મદહુસેન ઝાલા, હાજી મુહમ્મદ હાજીઅબ્બા, વકીલ યુસુફ કાલવાત, સૈયદ ફુરકાનમિયાં બાપુ વતી સૈયદ મોઈનબાપુ તેમજ માંગરોળ શહેર તેમજ આજુબાજુના વિસ્તારોની નામાંકિત હસ્તીઓ, ઉલમાઓ, વકીલો, શિક્ષકો, ડોક્ટર્સ, સામાજિક આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. માંગરોળ વહિવટી તંત્ર, માંગરોળ આઈ.બી. તેમજ માંગરોળ પોલીસ વિભાગ, ડીવાયએસપી કોડીયાત્તર, હાજી અબ્બાસ બેરા, હાજી હારૂન સુરા ઈન્ડિયન ગૃપ, હસનભાઈ કોતલ અને તેની ટીમ, એસ.એસ. એજ્યુકેશનલ એકેડમી-ઉસ્માન ભટ્ટુ, ઉબેદુલ્લા જાડલા, ઈસ્માઈલ ખડીયા પટેલ, હસનૈન ગ્રુપ-મૌલાના સઈદ બિલ્લી, માંગરોળ બોલેરો એસોસિયેશન અબુબકર કાલવાત, અ.કાદીર મોઝન, એકતા ફાઉન્ડેશન, સલાઉદ્દીન કાલવાત, , મૌલાના નબીરખાન ચાખવા, વસીમખાન, ઈકબાલભાઈ કબલ તેમજ પ્રેસના મિત્રોનો, પ્રોગ્રામ માટે જગ્યા આપનાર યાસીર મેમણ, ફારૂક હકીમ, ઇબ્રાહીમ વરામ,મૌલાના અ. કાદીર ઉદયા, આદમ જેઠવા નશીબ ગૃપ સહીતના કાર્યક્રમમાં સહયોગ આપનાર તમામનો જમીયત ઉલમા જુનાગઢ જિલ્લા દ્વારા આભાર માનવામાં આવ્યો હતો. હજારોની જનમેદની વચ્ચે પોલીસ વિભાગ અને વોલેન્ટિયર્સ દ્વારા લોખંડી બંદોબસ્ત પુરો પાડવામાં આવ્યો હતો. જમીયત ઉલમા જિલ્લા જુનાગઢના પ્રમુખ મૌલાના ઈકબાલ બેરા, મુફતી દાઉદ ફકીરા, મુફતી અ.મતિન વોરા, મુફતી હુઝૈફા કરૂડ, મૌલાના દાઉદ પીર, જનરલ સેક્રેટરી હાજી યુસુફ ચુડલી, મુફતી અ.બાસિત ચૌહાણ, મૌલાના ઝકરીયા વાજા, એક્ટિવ મેમ્બર્સ અને વોલેન્ટિયર્સે દિવસ-રાત અથાક પરિશ્રમ કરી સંમેલનને સફળતાના શિખરે પહોંચાડયો હતો. પ્રોગ્રામનું સંચાલન મુફતી અ.મતિન વોરા, મુફતી હુઝૈફા કરૂડે કર્યુ હતું. કીરાઅત કારી યાસીન ગુજરાતીએ જ્યારે નાત શરીફ મૌલાના જૂનેદ મીરે કરી હતી.


