જૂનાગઢ ગંધ્રપવાડા સોશ્યલ ગ્રુપ દ્વારા સમગ્ર વિસ્તારમાં સાત સ્પીકર લગાવાયા -૧૪ જાન્યુઆરીએ લોકાર્પણ

દરરોજ સવાર- સાંજ ધાર્મિક અને જુના ફિલ્મી ગીતો દ્વારા સમગ્ર વિસ્તારમાં સંગીતમય વાતાવરણ, અનોખી પહેલ

જૂનાગઢ ગંધ્રપવાડા સોશ્યલ ગ્રુપ દ્વારા સમગ્ર વિસ્તારમાં સાત સ્પીકર લગાવાયા -૧૪ જાન્યુઆરીએ લોકાર્પણ

જૂનાગઢ, તા.૧ર
જૂનાગઢમાં ગંધ્રપવાડા  વિસ્તારમાં  અનેક પ્રાચીન મંદિર આવેલા છે.ધાર્મિક સ્થળોથી ઘેરાયેલા સમગ્ર વિસ્તારમાંધર્મ અને સંગીતમય સુવાસ પ્રસરે તે માટે અલગ અલગ સ્થળોએ સાત સ્થળોએ એમ્પ્લીફાયર સ્પીકર લગાડવામાં આવ્યા છે.ગંધપવાડા વિસ્તારમાં મોટા દામોદરજીની હવેલી,  રૂગનાથજીનુ મંદિર, હાટકેશ્વર મંદિર, હિંગળાજ માતાજી મંદિર, અષ્ટભૂજા અને પદ્માવતી માતાજી, જગન્નાથજી મંદિર સહિતના પ્રાચીન મંદિરો આવેલા છે.ગંધપવાડા સોશિયલ ગ્રુપ દ્વારા  વિસ્તારમાં વિવિધ પોઇન્ટ પર સાત એમ્પ્લીફાયર સ્પીકર લગાડ્યા છે. જેમાં દરરોજ સવાર અને સાંજ ભક્તિ અને જુના ફિલ્મી ગીતો દ્વારા વાતાવરણ સંગીતમય બની રહેશે.૧૪ જાન્યુઆરીએ સાંજે હિંગળાજ માતાજી મંદિરે સમગ્ર સિસ્ટમનું લોકાર્પણ કરાશે.જૂનાગઢમાં ગંધપવાઙા વિસ્તારમાં લોક ભાગીદારી દ્વારા  વિવિધ પોઇન્ટ ઉપર ભક્તિ સંગીત સ્પીકર લગાડવામાં આવ્યા છે. રહેવાસીઓ દ્વારા નાની હવેલી પાસે, પારેખ શેરી પાસે, ડંકી તથા, કાળાપાણાની સીડી તથા ગોહિલ મંડપ સર્વિસના ઘર પાસે, હાટકેશ્વર મહાદેવ મંદિર અને હિંગળાજ માતાજી મંદિર પાસે એમ કુલ સાત  સ્થળોએ સંગીત સિસ્ટમ લગાડવામાં આવી છે.  સમગ્ર વિસ્તાર સંગીતમય અને ભગવાનના ગીતો દ્વારા સામાજિક અને સેવાકીય કામગીરી કરવામાં આવશે. દરરોજ સવારે ૮ થી ૯, સાંજે ૭ થી ૮ દરમિયાન ભક્તિ અને જુના ફિલ્મ ગીતો દ્વારા વાતાવરણ સંગીતમય થશે.સોમવારે શિવ સ્ત્રોત, મંગળવારે ગણપતિ દાદાની આરતી, ગુરુવારે જલારામ બાપા,સાંઈબાબાના ગીત, શુક્રવારે માતાજીની સ્તુતિ, શનિવારે હનુમાન ચાલીસા, ઉપરાંત અન્ય દિવસોમાં જુના ફિલ્મી ગીતો વગાડવામાં આવશે. સંગીત સિસ્ટમનું આગામી ૧૪ જાન્યુઆરીના ગુરુવારે સાંજે હિંગળાજ માતાજી મંદિરે લોકાર્પણ કરવામાં આવશે.  આ વિસ્તારમાં રહેવાસીઓ દ્વારા અનેક તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. માઢ સ્ટ્રીટ, અંબાઈ ફળિયામાં તથા સોનાપુરી સ્મશાનમાં આ પ્રમાણે સ્પીકર દ્વારા ધાર્મિક ગીત વગાડવામાં આવી રહ્યા છે. રહેણાંક વિસ્તારમાં સ્પીકર લગાવવામાં આવતા આગામી દિવસોમાં અન્ય સોસાયટીઓને પણ પ્રેરણા મળી રહેશે. સોશિયલ મીડિયાના યુગમાં અન્ય સોસાયટીને પણ પ્રેરિત કર્યા છે. લોક ભાગીદારીથી થનાર સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા નવનીતભાઈ શાહ, કેતનભાઇ પરમાર, વિરેનભાઈ શાહ, શૈલેષભાઈ પારેખ, ઉમેદસિંહ સોલંકી, સહિતના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.