જૂનાગઢના પાતાપુર ગામે સવારના સિંહણે કુતરા પાછળ દોટ મુકતા યુવકને યમરાજ દેખાયા.

જૂનાગઢના પાતાપુર ગામે સવારના સિંહણે કુતરા પાછળ દોટ મુકતા યુવકને યમરાજ દેખાયા.

જૂનાગઢ તા. 26
જૂનાગઢના પાતાપુર પાસે આવેલી આધાર સિમેન્ટ ફેક્ટરી પાસે સવારે અંદાજે 10:30 મિનિટે બની હોવાનું સીસીટીવી ફુટેજમાં જણાય છે. ફેક્ટરી પાસે એક શ્વાનને જોઈને સિંહણે શિકાર કરવા માટે દોટ મૂકી હતી. જયારે શ્વાન જીવ બચાવવા ફેકટરીના ગેટની અંદર દોડી ગયું હતું. ત્યારે એ જ સમયે ફેકટરીમાં કામ કરતો એક યુવક ગેઇટ બંધ કરવા જઈ રહ્યો હતો. સિંહણને પોતાની આટલી નજીક જોઈ યુવકનો જીવ તાળવે ચોંટ્યો હતો. પરંતુ યુવકે ત્વરિત નિર્ણય લઈ ઝડપથી ગેટ બંધ કરી દીધો હતો. ગેટ બંધ થતા સિંહણ બહાર જ અટકી ગઈ હતી અને યુવક સીધો ઓફિસ માં ઘુસી ગયો હતો આ સમગ્ર ઘટના ફેકટરીના સીસીટીવીમાં કેદ થઈ હતી.