વીજળી (સુધારા) બિલ ૨૦૨૫ સામે વીજ કર્મચારીઓ અને એન્જિનિયરો દ્વારા દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો
જૂનાગઢ, તા.૧૧
પ્રસ્તાવિત વીજળી (સુધારા) બિલ ૨૦૨૫ ના વિરોધમાં આજે દેશભરમાં વીજ કર્મચારીઓ અને એન્જિનિયરો દ્વારા વિશાળ પ્રદર્શનો, વિરોધ સભાઓ અને રેલીઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓલ ઇન્ડિયા પાવર એન્જિનિયર્સ ફેડરેશન (AIPEF) ના ચેરમેન શૈલેન્દ્ર દુબેએ જણાવ્યું હતું કે, નેશનલ કોઓડિર્નેશન કમિટી ઓફ ઇલેકિટ્રસિટી એમ્પ્લોઈઝ એન્ડ એન્જિનિયર્સ (NCCOEEE) ના આહવાન પર આ વિરોધ પ્રદર્શનો યોજાયા હતા તેમણે જણાવ્યું કે વિવિધ રાજ્યોમાં પાવર પ્લાન્ટ્સ. ટ્રાન્સમિશન કેન્દ્રો, વિતરણ કચેરીઓ અને જિલ્લા મુખ્ય મથકો પર વીજ ક્ષેત્રના કર્મચારીઓ અને એન્જિનિયરો એકઠા થયા હતા અને પ્રસ્તાવિત કાયદાની સખત નિંદા કરી હતી. પ્રદર્શનકારીઓએ આ બિલને ખેડૂત વિરોધી, ગ્રાહક વિરોધી અને કર્મચારી વિરોધી ગણાવીને તેને તાત્કાલિક પાછું ખેંચવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.
આ પ્રસંગે બોલતા AIPEFના ચેરમેન શૈલેન્દ્ર દુબેએ જણાવ્યું હતું કે, વીજળી (સુધારા) બિલ ૨૦૨૫ નો મુખ્ય હેતુ વીજ વિતરણના મોટા પાયે ખાનગીકરણની સુવિધા આપવાનો અને જાહેર વીજ ક્ષેત્રને નબળું પાડવાનો છે. તેમણે ચેતવણી આપી હતી કે આ બિલના પરિણામે દેશભરના ખેડૂતો, ઘરગથ્થુ ગ્રાહકો અને વીજ ક્ષેત્રના કર્મચારીઓ માટે ગંભીર પરિણામો આવશે.
AIPEFએ જણાવ્યું હતું કે પાંચ વર્ષમાં ‘ક્રોસ-સબસિડી‘ નાબૂદ કરવાની દરખાસ્તથી કૃષિ ગ્રાહકો માટે વીજળીના દરોમાં ભારે વધારો થશે. જે ખેડૂતો હાલમાં સિંચાઈ માટે સબસિડીવાળી વીજળી મેળવે છે તેમને નોંધપાત્ર રીતે વધુ વીજ શુલ્ક ચૂકવવાની ફરજ પડશે. જેનાથી કૃષિ ઉત્પાદન ખર્ચ વધશે અને ગ્રામીણ હાલાકીમાં વધારો થશે. ખાનગી વિતરણ કંપનીઓ ગ્રામીણ અને ઓછી આવક ધરાવતા કૃષિ વિસ્તારોમાં સેવા આપે તેવી શક્યતા પણ ઓછી છે. જે ગામડાઓમાં વીજ પુરવઠાની વિશ્વસનીયતાને અસર કરી શકે છે.
ફેડરેશને ધ્યાન દોર્યું હતું કે એક જ વિસ્તારમાં અનેક વિતરણ લાયસન્સધારકોને મંજૂરી આપવાથી ખાનગી કંપનીઓ વધુ નફો આપતા (high-paying) ગ્રાહકોને પસંદ કરી શકશે, જ્યારે સરકારી ડિસ્કોમ (DISCONL) પાસે આર્થિક રીતે નબળા ગ્રાહકો જ રહી જશે. ક્રોસ-સબસિડીના ક્રમશ: નાબૂદ થવાને કારણે ઘરગથ્થુ ગ્રાહકો, ખાસ કરીને ઓછી આવક ધરાવતા પરિવારો માટે ટેરિફમાં મોટો વધારો થશે. વીજળી એક આવશ્યક જાહેર સેવાને બદલે નફા આધારિત વસ્તુ બની જશે, જે સાવર્ત્રિક અને સસ્તું જોડાણ મેળવવાના અધિકારને નબળું પાડશે.
AIPEFએ ગંભીર ચિંતા વ્યકત કરી છે કે આ બિલ વીજ વિતરણના બેકડોર ખાનગીકરણ‘ તરફ દોરી જશે, જેનાથી હજારો વીજ કર્મચારીઓ અને એન્જિનિયરોની નોકરી અને સેવાની શરતો જોખમમાં મુકાશે. અગાઉની ખાનગીકરણની પહેલીનો અનુભવ દર્શાવ છે કે આવી નીતિઓ કર્મચારીઓની છટણી, કોન્ટ્રાકટ પ્રથા અને મજૂર સુરક્ષાના નબળા પડવાનું કારણ બને છે. નફાકારક ગ્રાહકો ખાનગી ઓપરેટરો તરફ વળવાથી સરકારી વિતરણ કંપનીઓ આર્થિક રીતે નબળી પડશે. ફેડરેશને એવી પણ ચેતવણી આપી હતી કે આ બિલ દેશના સંધીય માળખાને (Federal Structure) નબળું પાડે છે. બંધારણ હેઠળ વીજળી એ ‘સમવર્તી સૂચિ‘ (Concurrent Subject) નો વિષય છે, પરંતુ પ્રસ્તાવિત જોગવાઈઓ વીજ શાસન પર કેન્દ્ર સરકારની સત્તાઓમાં નોંધપાત્ર વધારો કરે છે. નવી કેન્દ્રીય સત્તામંડળોની રચના અને વિસ્તૃત નિયમો બનાવવાની સત્તાઓને કારણે સ્થાનિક જરૂરિયાતો મુજબ ટેરિફ, સબસિડી અને વિતરણ નીતિઓ નક્કી કરવામાં રાજ્ય સરકારોની સ્વાયત્તતા ઘટી શકે છે. AIPEFએ જણાવ્યું હતું કે આ બિલ જાહેર ડિસ્કીમની આર્થિક નબળાઈ, ખેડૂતો અને ઘરગથ્થુ ગ્રાહકો માટે વીજળીના દરોમાં વધારો, ‘નફાનું ખાનગીકરણ અને નુકસાનનું સામાજિકકરણ તરફ દોરી જશે.
ફેડરેશને તમામ રાજકીય પક્ષોના સંસદસભ્યોને વિનંતી કરી છે કે તેઓ પ્રસ્તાવિત કાયદાની ગંભીર અસરોની કાળજીપૂર્વક તપાસ કરે અને ખેડૂતો, ગ્રાહકો, વીજ કર્મચારીઓ અને દેશના સંધીય માળખાના હિતમાં સંસદમાં વીજળી (સુધારા) બિલ ૨૦૨૫ નો વિરોષ કરે. AIPEFએ પુનરોચ્ચાર કર્યો હતો કે વીજળી એક આવશ્યક જાહેર સેવા છે અને તે તમામ નાગરિકો માટે સસ્તી, સુવભ અને વિશ્વસનીય હોવી જોઈએ. ફેડરેશને વીજળી (સુધારા) બિલ ૨૦૨૫ ને તાત્કાલિક પાછું ખેંચવાની માંગ કરી છે અને પાવર સેક્ટરમાં કોઈપણ સુધારા કરતા પહેલા રાજ્ય સરકારો, વીજ કર્મચારીઓ, એન્જિનિયરો, ખેડૂત સંગઠનો અને ગ્રાહક જૂથો સાથે અર્થપૂર્ણ પરામર્શ કરવા હાકલ કરી.? ગુજરાતના ૭૦૦૦ ઈજનેર અને ૪૦૦૦૦ કર્મચારીઓ દ્વારા ગુજરાત ભરની ટ્રાન્સમીશનું, ડીસ્ટ્રીબ્યુસન અને જનરેશન અને ગુજરાત ભરની તમામ કંપનીઓનો કોર્પોરેટ ઓફીસ, જીલ્લા લેવલની ઓફીસ સામે સુત્રોચારો કરી ખાનગીકરણનો વિરોધ દર્શાવલ છે. એવું GEBEAના સેક્રેટરી જનરલ એચ. જી. વધાસિયાની યાદીમાં જણાવેલ છે.


