જલારામ મંદિર માંગરોળ ખાતે આંબા મનોરથનું આયોજન કરાયું
(નિલેશ રાજપરા દ્વારા)
માંગરોળ તા.12
માંગરોળ ખાતે શ્રી શારદાગ્રામ રોડ પર આવેલ પુ.સંત શ્રી જલારામ બાપાના મંદિર ખાતે બાપાના ભક્તો દ્વારા તા.11-6-2026ને ગુરૂવારે ભવ્ય આંબા મનોરથરના દર્શનનું આયોજન કરેલ હતું. જેમાં શ્રી જલારામ બાપાને કેરીનો શણગાર કરેલ અને કેરી ધરાવવામાં આવેલ હતી.


