જૂનાગઢમાં ‘સેવાના રંગ, રાષ્ટ્રના સંગ’ સ્પર્ધાના વિજેતાઓનું સન્માન, શહેર-ગ્રામ્યના સ્પર્ધકોએ બતાવી સર્જનાત્મકતા
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત કૃષિ યુનિવર્સિટીમાં યોજાઈ હતી રંગોળી અને કોલાજ મેકિંગ સ્પર્ધા; વ્યક્તિગત અને સમૂહ કેટેગરીમાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓ-નાગરિકોને મહાનુભાવોના હસ્તે કરાયા સન્માનિત
જૂનાગઢ,તા. ૭
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિભાગ માટે યોજાયેલી રંગોળી તથા કોલાજ મેકિંગ સ્પર્ધાના વિજેતાઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ અને નાગરિકોમાં સર્જનાત્મકતા, ટીમ વર્ક, સ્થાનિક સંસ્કૃતિ પ્રત્યે લગાવ અને સામૂહિક ભાગીદારીને પ્રોત્સાહન આપવાના હેતુથી શહેર અને ગ્રામ્ય એમ બે અલગ વિભાગમાં આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જૂનાગઢ જિલ્લામાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત તા.3 ઓક્ટોબરના રોજ કૃષિ યુનિવર્સિટીના સભા ગૃહ ખાતે ‘સેવાના રંગ, રાષ્ટ્રના સંગ’ થીમ હેઠળ રંગોળી અને કોલાજ મેકિંગ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં જૂનાગઢ શહેર ઉપરાંત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ વિદ્યાર્થીઓ અને નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધાનું પરિણામ જાહેર થયા બાદ વિવિધ કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનારા સ્પર્ધકોને સન્માનિત કરવામાં આવ્યા હતા.
જૂનાગઢ શહેર વિભાગની વ્યક્તિગત રંગોળી સ્પર્ધામાં ચૌહાણ હરેશ સી.એ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. દ્વિતીય સ્થાને નરસિંહ વિદ્યા મંદિરના રાઠોડ રૂબિના યુ. અને પુલકિત માધ્યમિક શાળાના કાચા ઉત્સવ જે. રહ્યા હતા. તૃતીય સ્થાન આકૃતિ આર્ટના સુખડીયા દિયા, ગવર્મેન્ટ ગર્લ્સ સ્કૂલના સાવીયા બાનુ અન્સારી અને પુલકિત માધ્યમિક શાળાના કોરીયા પાર્થ કે.એ મેળવ્યું હતું.
શહેર વિભાગની સમૂહ રંગોળી સ્પર્ધામાં સ્વામીનારાયણ ગુરુકુળના સોજીત્રા દર્શન જે. પ્રથમ રહ્યા હતા. સ્વ. ટી.એલ. વાળા કન્યા વિદ્યામંદિરના ખાખડીયા ક્રિષાએ દ્વિતીય અને સ્વ. કે.જી. ચૌહાણ કન્યા વિદ્યામંદિરના મેઘનાથી યશ્વીએ તૃતીય સ્થાન મેળવ્યું હતું.
કોલાજ વર્કની જૂનાગઢ શહેર વિભાગની સ્પર્ધામાં માધ્યમિક શાળા સરગવાડાના વાળા ધાર્મિક વી.એ પ્રથમ, એન.પી. ભાલોડીયા સ્કૂલના કાચરોલા પલકે દ્વિતીય અને પુષ્ટિ સંસ્કાર સ્કૂલના ભેંસદડીયા ક્રિષ્ના એસ.એ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
જૂનાગઢ ગ્રામ્ય વિભાગની વ્યક્તિગત રંગોળી સ્પર્ધામાં કેશોદના કોયલાણા ખાતે આવેલી આદર્શ વિદ્યા મંદિરના રાયજાદા શ્રદ્ધાબા કે.એ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. માધ્યમિક શાળા બગડુના કથીરીયા શ્રીયા વી. અને વિસાવદરના મોટા કોટડા ગ્રામ્ય માધ્યમિક શાળાના સાવલીયા હીર સી.એ દ્વિતીય સ્થાન મેળવ્યું હતું.
આ જ કેટેગરીમાં તૃતીય સ્થાને મોટા કોટડા ગ્રામ્ય માધ્યમિક શાળાના વાળા ઉર્વશી યુ., માધ્યમિક શાળા ચાખવાના બેલીમ મહેક આઇ. અને ઢેલાણાની કનકાઈ હાઇસ્કૂલના ડાકી સંધ્યા એમ. રહ્યા હતા.
ગ્રામ્ય વિભાગની સમૂહ રંગોળી સ્પર્ધામાં વિસાવદરના ભાજપ ગ્રુપના સિદ્ધાર્થ હિરપરાએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. કેશોદના બગડા સંજય ગ્રુપને દ્વિતીય અને ભેંસાણની ડ્રીમલેન્ડ સ્કૂલના ભેસાણીયા કાવ્યા જે.ને તૃતીય સ્થાન મળ્યું હતું.
જૂનાગઢ ગ્રામ્ય વિભાગની કોલાજ વર્ક સ્પર્ધામાં ખીરસરાની જ્ઞાનજ્યોતિ સ્કૂલના જેઠવા દિપ સી. પ્રથમ રહ્યા હતા. વિસાવદરની એન.સી. પરમાર કન્યા વિદ્યાલયના ભાષા સાધ્વી એ.એ દ્વિતીય જ્યારે વધાવીની સરદાર સ્મૃતિ વિદ્યાલયના સરમાણી મીત આર.એ તૃતીય સ્થાન મેળવ્યું હતું.
રંગોળી અને કોલાજ જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓના માધ્યમથી વિદ્યાર્થીઓ અને નાગરિકોની પ્રતિભાને મંચ આપવાની સાથે ટીમ વર્ક તથા સ્થાનિક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત યોજાયેલી આ સ્પર્ધામાં વિજેતા બનેલા સ્પર્ધકોને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરી તેમની સર્જનાત્મકતાને બિરદાવવામાં આવી હતી.


