ગીરગઢડાનાં વડવીયાળા ગામે સિંહણનો આતંક
(રાકેશ પરડવા દ્વારા)
ગીર સોમનાથ તા. ૭
ગીર સોમનાથ જીલ્લાનાં ગીરગઢડાનાં વડવીયાળા ગામે ગત મોડી રાત્રે ૩ વાગ્યે ૧૦ ફુટની દિવાલ કુદી અને ઘરના ફળીયામાં સિંહણ ઘુસી આવી હતી. જયાં બે નાની વાછરડીઓ અને બે ભેંસની પાડીઓનો શિકાર કર્યો હતો અને મારણ કર્યુ હતું. આ દરમ્યાન પરીવાર જાગી જતાં ભારે જહેમત બાદ સિંહણને ભગાડી દીધી હતી. આ બનાવ અંગે વન વિભાગને જાણ કરાતા વન વિભાગ બનાવનાં સ્થળે દોડી આવ્યો હતો અને હિંસક પ્રાણી સામે પગલા લેવા રજુઆત કરવામાં આવી હતી.


